Crime Patrolની અભિનેત્રી સાથે અશ્લીલ ડિમાન્ડ, કહ્યું- તારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગું છું....

અન્ય એક અભિનેત્રી શોમાં કામ કરવાનો પોતાનો કરુણ અનુભવ શેર કરવા આગળ આવી છે. એટલું જ નહીં, આ અભિનેત્રીએ પ્રોડક્શન કંટ્રોલર સ્વપ્નિલ લોખંડે (બંટી) વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી છે.

 Crime Patrolની અભિનેત્રી સાથે અશ્લીલ ડિમાન્ડ, કહ્યું- તારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગું છું....

મુંબઈ: મશહૂર મરાઠી ટીવી શો 'સહકુટુમ્બ સહપરિવાર' છેલ્લાં કેટલાક સમયથી અહેવાલોમાં છે.  જોકે થોડાક સમય પહેલા આ શોમાં આઈની ભૂમિકા ભજવનાર વરિષ્ઠ અભિનેત્રી અન્નપૂર્ણા વિઠ્ઠલ એ શોના અભિનેતાઓ અને નિર્માતાો પર માનસિક ત્રાસ આપવાનો અને તેણીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન, અન્ય એક અભિનેત્રી શોમાં કામ કરવાનો પોતાનો કરુણ અનુભવ શેર કરવા આગળ આવી છે. એટલું જ નહીં, આ અભિનેત્રીએ પ્રોડક્શન કંટ્રોલર સ્વપ્નિલ લોખંડે (બંટી) વિરુદ્ધ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ નોંધાવી છે.

કરિયરમાં આવો અનુભવ ક્યારે થયો નથી
અમારી સહયોગી વેબસાઈટ ZEE મરાઠીમાં પ્રકાશિત રિપોર્ટના મતે અભિનેત્રી સ્વાતિ ભદાવે (Swati Bhadave)એ પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે ખૂલીને વાત કરતા જણાવ્યું હતું કે તેણે પોતાના કરિયરમાં આવો અનુભવ ક્યારેય થયો નથી.

'સહકુટુમ્બ સહપરિવાર'માં અભિનેત્રી છે સ્વાતિ
શોમાં પોતાની ભૂમિકા વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં શોમાં નંદિતા પાટકર માટે બોડી ડબલના રૂપમાં કામ કર્યું. હું ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છું, પરંતુ અહીં શોમાં મેં લીડ એક્ટ્રેસના બોડી ડબલ તરીકે કામ કર્યું હતું. નંદિતા પાટકર કોઈ કારણસર સેટ પર મોડી પડી હતી, તેથી મારે તેની ભૂમિકા ભજવવી પડી કારણ કે એક જ શોટમાં તેની પાછળની બાજુની જરૂર હતી.

કામના બદલામાં અભિનેત્રી પાસેથી સેક્સની માંગ
તેના સિવાય, વાસ્તવમાં શું થયું તે વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, 'સ્વપ્નીલ લોખંડે (બંટી)એ મને મારો નંબર માંગયો. બાદમાં તેણે મને પૂછ્યું કે શું હું પુણેમાં કામ કરવા તૈયાર છું કે નહીં. મેં કહ્યું હા, હું તૈયાર છું અને ગમે ત્યાં કામ કરી શકું છું. પછી તેણે મારી પાસે બદલામાં કંઈક આપવાની માંગ કરી. મેં તેને કહ્યું કે હું તેને કમિશન આપીશ. પરંતુ તેણે કહ્યું કે તેને કંઈક બીજું જોઈએ છે. તેણે કહ્યું કે તે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગે છે અને જો હું સહમત થવ તો તે મને વધુ કામ અપાવશે. હું આશ્ચર્યચકિત થઈ ગઈ.'

પોલીસે ધરપકડ કરી
અભિનેત્રીએ કહ્યું કે તેણે 'ક્રાઈમ પેટ્રોલ' અને મરાઠી શો સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ આવું ક્યારેય અનુભવ્યું નથી. ત્યારબાદ અભિનેત્રીએ ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી અને પોલીસે હવે આરોપીની ધરપકડ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news