દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સન્માનિત 95 વર્ષીય ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન, ગુજરાત સાથે હતું કનેક્શન

આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ફિલ્મમેકર મૃણાલ સેનનું અવસાન થયું છે.

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર સન્માનિત 95 વર્ષીય ફિલ્મકાર મૃણાલ સેનનું નિધન, ગુજરાત સાથે હતું કનેક્શન

મુંબઈ : આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત ફિલ્મમેકર મૃણાલ સેનનું અવસાન થયું છે. તેમનું આજે 95 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. મૃણાલ સેને કોલકાતાના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણી ગંભીર બીમારીઓથી તેઓ પીડાતા હતા. મૃણાલ સેનની ફિલ્મોને અનેક નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે. આ સિવાય મૃણાલ સેન પર પણ અનેક ડોક્યુમેન્ટરી ફિલ્મ્સ બની ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૃણાલ સેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

The dexterity and sensitivity with which he made films is noteworthy. His rich work is admired across generations.

Saddened by his demise. My thoughts are with his family and admirers.

— Narendra Modi (@narendramodi) December 30, 2018

— Amitabh Bachchan (@SrBachchan) December 30, 2018

મૃણાલ સેનની ફિલ્મ ભુવન શોમથી ભારતીય સિનેમામાં સમાંતર સિનેમાની શરૂઆત થઈ હતી. તેમણે 1977માં મિથુન ચક્રવર્તીને લઈને મૃગ્યા નામની ફિલ્મ બનાવી હતી, આ ફિલ્મ માટે મિથુન ચક્રવર્તીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. મૃણાલ સેને વર્ષ 1969માં ભુવન શોમ નામની ફિલ્મ બનાવી હતી, આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું.

મૃણાલ સેન ભારતીય ફિલ્મોના પ્રસિધ્ધ નિર્માતા અને નિર્દેશક હતા, તેમણે મોટાભાગની ફિલ્મો બંગાળી ભાષામાં બનાવી છે. મૃણાલ સેને વર્ષ 1955માં તેમની પ્રથમ ફીચર ફિલ્મ રાતભોર બનાવી હતી. ત્યારબાદ તેમણે નીલ આકાશેર નીચે નામની એક ફિલ્મ બનાવી  છે. મૃણાલ સેનની કુલ 4 ફિલ્મ ભુવન શોમ, કોરસ, મૃગ્યા અને અકાલેર સંધાને બેસ્ટ ફીચર ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news