ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3  (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ કડવા ચોથના દિવસે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પોતાના રજ્જોવાળા અવતારમાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જે 'દબંગ 3'નું નવું પોસ્ટર છે.

Updated By: Oct 18, 2019, 03:12 PM IST
ચુલબુલ પાંડે માટે રજ્જોએ રાખ્યું 'કડવા ચોથ'નું વ્રત, જુઓ 'દબંગ 3'નું નવું પોસ્ટર

નવી દિલ્હી: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં પોતાની 'દબંગ 3  (Dabangg 3)' ના શૂટિંગમાં વ્યસ્ત છે. તો બીજી તરફ કડવા ચોથના દિવસે સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha)એ પોતાના રજ્જોવાળા અવતારમાં ઇંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો, જે 'દબંગ 3'નું નવું પોસ્ટર છે. આ પોસ્ટરમાં રજ્જો ચાંદ તરફ ચારણી લઇને જોઇ રહી છે. તેનો અર્થ એ છે કે આ ફિલ્મમાં ચુલબુલ પાંડે માટે રજ્જો તમને 'કડવા ચોથ'નું વ્રત રાખતી જોવા મળશે. તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી થઇ છે, જે સલમાન ખાનના નજીકના મિત્ર મહેશ માંજરેકરની પુત્રી સઇ માંજેરેકર (Saiee Manjrekar) છે. સઇ આ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. 

તમને જણાવી દઇએ કે 'દબંગ 3'ના નિર્દેશક પ્રભુદેવા છે અને સલમાન ખાન અને તેમના ભાઇ અરબાજ ખાન તેના નિર્માતા છે. સમાચાર છે કે સલમાન ખાન વધુ એક ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. સલમાન ખાન 'મેરેજ હોલ' પર કેંદ્વિત એક ફિલ્મનું નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તાજેતરમાં જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્ર ગણવામાં આવે છે કે સલમાન પોતાના એસકેએફ બેનર દ્વારા આ પ્રોજેક્ટથી વાપસી કરવાના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 'આ બે ભાઇઓની કહાણી છે, જે દિલ્હીમાં રહે છે. હાલ આ ફિલ્મનું નામ 'બુલબુલ મેરેજ હોલ' આપવામાં આવી શકે છે.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

On location #dabangg3 . . . @saieemmanjrekar

A post shared by Chulbul Pandey (@beingsalmankhan) on

આ ફિલ્મને રોહિત નૈય્યરે નિર્દેશિત કરી છે અને સંવાદ રાજ શાંડિલ્યએ લખ્યા છે. નૈય્યરે આ પહેલાં 2009ની ફિલ્મ 'શૈડો'માં કામ કર્યું હતું. જેમાં મિલિંદ સોમણ, સોનાલી કુલકર્ણી અને ઋષિતા ભટ્ટ મુખ્ય ભુમિકામાં હતી. અત્યારે ફિલ્મની કાસ્ટિંગ ચાલી રહી છે અને શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થવાની સંભાવના છે. જ્યાં સુધી સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'ની વાત કરીએ તો તે 20 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.