રજનીકાંતનો રંગ ભગવો હશે તો તેમની સાથે કોઇ ગઠબંધન નહી: હાસન

અભિનયથી રાજનીતિમાં પગ મુકનાર કમલ હાસે સ્પષ્ટતા કરી છે કે સુપરસ્ટાર રજનીકાંતનો રંગ ભગવો હોવાનાં કારણે તેમની સાથે રાજનીતિક ગઠબંધન શક્ય નથી. હાસનને પરોક્ષ રીતે ઇશારો ભાજપ તરફ હતો. હાલમાં જ રાજનીતિમાં આવવાની જાહેરાત કરનારા હાસને કહ્યું કે, આજનાં સમયમાં તેમનો સાચો ઉદ્દેશ્ય રાજનીતિમાં યથાસ્થિતી અને સામાન્યતાને પડકારવાનો છે જે તમિલનાડુ રાજ્યમાં વ્યાપ્ત છે.
રજનીકાંતનો રંગ ભગવો હશે તો તેમની સાથે કોઇ ગઠબંધન નહી: હાસન

કૈંબ્રિજ : અભિનયથી રાજનીતિમાં પગ મુકનાર કમલ હાસે સ્પષ્ટતા કરી છે કે સુપરસ્ટાર રજનીકાંતનો રંગ ભગવો હોવાનાં કારણે તેમની સાથે રાજનીતિક ગઠબંધન શક્ય નથી. હાસનને પરોક્ષ રીતે ઇશારો ભાજપ તરફ હતો. હાલમાં જ રાજનીતિમાં આવવાની જાહેરાત કરનારા હાસને કહ્યું કે, આજનાં સમયમાં તેમનો સાચો ઉદ્દેશ્ય રાજનીતિમાં યથાસ્થિતી અને સામાન્યતાને પડકારવાનો છે જે તમિલનાડુ રાજ્યમાં વ્યાપ્ત છે.

રજનીકાંતનાં રાજનીતિમાં આવવા અંગે પુછવામાં આવેલા એક સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, તેમની વચ્ચે વિચારોની અને જાહેરાત પત્રમાં સમાનતા હોવાની સ્થિતીમાં તેમની સાથે કોઇ ચૂંટણી ગઠબંધનનો ઇન્કાર નથીક ર્યો. જો કે તેમણે બંન્ને વચ્ચે ધર્મ અને ભગવા મુદ્દે પણ તીખા મતભેદો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેની વ્યાખ્યા ભાજપ તરીકે કરવામાં આવી.

હાસને હાવર્ડ યુનિવર્સિટીનાં વાર્ષિક ભારતીય સમ્મેલનમાં કહ્યું કે, હું આશા રાખુ છું કે રજનીકાંતનો રંગ ભગવા નહી હોય. જો તેમનો રંગ ભગવો હશે તો તેમની સાથે ગઠબંધનની શક્યતાઓ નથી. તેમણે ચૂંટણી બાદ કોઇ ગઠબંધનનો ઇન્કાર કરી દીધો. તેમણે કહ્યું કે, જો બહુમતી નહી મળે તો તે જનતાનો નિર્ણય હશે. ત્યારે મારે બેસવું નથી પરંતુ ત્યાર બાદની ચૂંટણીની રાહ જોવાનું જ હું પસંદ કરીશ. વિપક્ષમાં બેસવા તરફ તેમણે ઇશારો કર્યો હતો.

લવ જેહાદ અંગે તેમને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, મારૂ માનવું છે કે એક નવી ક્રાંતિ પોતાના રસ્તા પર છે. મને લવ જેહાજ અંગે કોઇ ખ્યાલ નથી પરંતુ હંમેશા નફરત પર પ્રેમનો વિજય થાય છે અને થશે. હાસને કહ્યું કે, કેજરીવાલે પણ તેમની સાથે મુલાકાત કરી હતી અને ગઠબંધન અંગે રજુઆત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news