છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશન સામે લડી રહી છે આમિર ખાનની પુત્રી ઇરા, શેર કર્યો વીડિયો


હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય ભૂમિકા નિભાવનાર ઇરા ખાને આ વખતે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નિકળીને કંઇ અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. મેન્ટલ હેલ્થ ડેના અવસર પર તેણે પોતાની જિંદગીના દુખને દુનિયા સાથે શેર કર્યું છે.

 છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશન સામે લડી રહી છે આમિર ખાનની પુત્રી ઇરા, શેર કર્યો વીડિયો

નવી દિલ્હીઃ અભિનેતા આમિર ખાનની પુત્રી ઇરા ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેનો વીડિયો જોઈ બધા ફેન્સ હેરાન અને પરેશાન થઈ ગયા છે. વીડિયો દ્વારા આમિરની પુત્રી જણાવી રહી છે કે તે ડિપ્રેશનનો સામનો કરી રહી છે. છેલ્લા ચાર વર્ષથી તે ડિપ્રેશન સામે લડી રહી છે. સોશિયલ મીડિયા પર ઇરાનો આ વીડિયો વાયરલ થઈ ગયો છે. 

ડિપ્રેશનનો શિકાર બની આમિરની પુત્રી
હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય ભૂમિકા નિભાવનાર ઇરા ખાને આ વખતે પોતાના કમ્ફર્ટ ઝોનથી બહાર નિકળીને કંઇ અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. મેન્ટલ હેલ્થ ડેના અવસર પર તેણે પોતાની જિંદગીના દુખને દુનિયા સાથે શેર કર્યું છે. તેણે હિંમત કરી બધુ જણાવ્યું છે. વીડિયોમાં ઇરા કહે છે- હેલો હું ડિપ્રેસ્ડ છું. છેલ્લા ચાર વર્ષથી. હું ડોક્ટરને દેખાડી રહી છું. આ સમયે સારૂ છે. છેલ્લા ઘણા સમયથી મેન્ટલ હેલ્થ પર કંઇ કરવા ઈચ્છતી હતી. પરંતુ સમજાતું નહતું કે શું કરુ. પરંતુ હવે આ વીડિયો દ્વારા ઇરા કહી રહી છે કે તે બધાને પોતાની જિંદગીની તે જર્ની પર લઈ જવા ઈચ્છે છે જ્યાં પર તે ડિપ્રેશન સામે જંગ લડી રહી છે. વીડિયોના અંતમાં તે એક સવાલ છોડી જાય છે- મારી પાસે બધુ છે છતાં હું ડિપ્રેસ્ડ કેમ છું?

A post shared by Ira Khan (@khan.ira) on

ઇરા ખાનના આ વીડિયો પર ઘણા પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. દરેક ઇરાની હિંમતની પ્રશંસા કરી રહ્યાં છે. પોતાના ડિપ્રેશન વિશે જાહેરમાં ચર્ચા કરવી સરળ નથી. પરંતુ ન માત્ર ઇરાએ વાત કરી પરંતુ તેને જરા પણ સંકોચ નથી. તે બધા આશા લગાવી બેઠા છે કે દરેક મેન્ટલ હેલ્થનું મહત્વ સમજી શકશે. 

સોશિયલ મીડિયા પર ટ્રોલ ઇરા
હાલમાં ઇરા ખાને ટેટૂ બનાવતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં ઇરા પોતાના ટ્રેનરના હાથ પર ટેટૂ બનાવી રહી છે. તે વીડિયોની સાથે ઇરા જણાવી રહી છે કે તે ટેટૂ આર્ટિસ્ટ પણ બની શકે છે. તે તેમાં પણ એક કરિયર જોઈ રહી છે. પરંતુ આ વીડિયોને કારણે આમિર ખાનની પુત્રીએ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેને ઇસ્લામ વિરુદ્ધ ગણાવી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news