Sushant Singh Rajput ની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? સચ્ચાઇ પરથી ઉઠશે પડદો
એમ્સની ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના અનુસાર આગામી અઠવાડિયે સુશાંતનો વિસરા રિપોર્ટ સીબીઆઇને આપી દેશે. રિપોર્ટ હાલ ગોપનીય રાખવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? આગામી અઠવાડિયે સામે આવી જશે. તમને જણાવી દઇએ કે એમ્સની ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના અનુસાર આગામી અઠવાડિયે સુશાંતનો વિસરા રિપોર્ટ સીબીઆઇને આપી દેશે. રિપોર્ટ હાલ ગોપનીય રાખવામાં આવ્યો છે. રિપોર્ટ કોઇ સાથે કરવામાં આવશે નહી, કારણ કે કેસ હજુ સબ જૂડિસ (Sub Judice) છે.
તો બીજી તરા સુશાંતની પૂર્વ મેનેજર શ્રૃતિ મોદીને બુધવારે પૂછપરછ માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના સામે રજૂ થયાના થોડા કલાકો બાદ, તેમને પરત મોકલી દેવામાં આવ્યા હતા. કારણ કે ટીમના અધિકારીઓમાંથી એકનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર કેપીસ મલ્હોત્રાએ એક નિવેદનમાં કહ્યું કે 'એનસીબી એસઆઇટીની ટીમના એક સભ્યને તપાસમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યો. એંટીજન ટેસ્ટ રિપોર્ટ અત્યારે એનસીબીને મળ્યો.
બીજી તરફ સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે ફસાયેલી રિયા ચક્રવર્તી હાલ ભાયકુલા જેલમાં છે. તેમને જામીન અરજી સતત કોર્ટ દ્વારા નકારવામાં આવી રહી છે. તાજેતરમાં જ મુંબઇની એક સત્ર કોર્ટે રિયાની જામીન અરજી નકારી કાઢતાં માન્યું કે રિયા ડ્રગ્સ સિ6ડિકેટનો ભાગ છે. એવામાં જો તેમને જામીન આપવામાં આવે તો તે ડ્રગ્સ પેડલર્સને એલર્ટ કરી શકે છે. પુરાવા સાથે છેડછાડ, ત્પાઅસને પ્રભાવિત કરી શકે છે. એવામાં જ્યારે તપાસ પોતાના પ્રારંભિક દૌરમાં છે, તો આરોપીને જામની ન આપી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે