John Abraham આ વર્ષે મચાવશે ધમાલ, બેક ટૂ બેક 3 ફિલ્મો થશે રિલીઝ

આ વર્ષે સિનેમાઘરોમાં છવાય જવા માટે જોન અબ્રાહમ તૈયાર છે. બોલીવુડ સ્ટાર્સમાં જુઓ તો આ વર્ષે જોનની સૌથી વધુ 3 ફિલ્મો રિલીઝ થવાની છે.  

John Abraham આ વર્ષે મચાવશે ધમાલ, બેક ટૂ બેક 3 ફિલ્મો થશે રિલીઝ

મુંબઈઃ વર્ષ 2020 બોલીવુડ (bollywood) માટે ખુબ ખરાબ રહ્યું. કોરોના વાયરસ (Corona virus) ને કારણે લાગેલા લૉકડાઉનમાં ન માત્ર ફિલ્મોની રિલીઝ ટાળી દેવામાં આવી પરંતુ શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. પાછલા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરથી કડક નિયમો સાથે બીજીવાર શૂટિંગ શરૂ થયું અને હવે સિનેમાઘર પણ ખુલી ગયા છે. હવે આ વર્ષમાં ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે પરંતુ લાગે છે કે અસલી ધમાલ જોન અબ્રાહમ (Johan Abraham) મચાવવાનો છે. જોનની આ વર્ષે 3 ફિલ્મો રિલીઝ થઈ રહી છે. 

જોન અબ્રાહમ (Johan Abraham) ની ત્રણ ફિલ્મો મુંબઈ સાગા, સત્યમેવ જયતે 2 અને એટેક વર્ષ 2021મા રિલીઝ થવા જઈ રહી છે અને તેની રિલીઝ ડેટ્સની પણ જાહેરાત થઈ ચુકી છે. આ ત્રણ ફિલ્મોમાં સૌથી પહેલા મુંબઈ સાગા રિલીઝ થવા જઈ રહી છે. બોલીવુડ હંગામાના રિપોર્ટ પ્રમાણે સૂત્રોએ જણાવ્યુ કે, આ ફિલ્મ 19 માર્ચ 2021ના રિલીઝ થઈ શકે છે. સંજય ગુપ્તાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં જોન અબ્રાહમની સાથે ઇમરાન હાશમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 

ત્યારબાજ જોન અબ્રાહમની બીજી ફિલ્મ 'સત્યમેવ જયતે 2' ઈદ પર 12 મે 2021ના રિલીઝ કરવામાં આવશે. મિલાપ ઝાવેરીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મમાં જોન અબ્રાહમની સાથે દિવ્યા ખોસલા કુમાર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની ક્લેશ સલમાન ખાનની ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સાથે થવાની છે. 

જોન અબ્રાહમની ત્રીજી રિલીઝ થશે એટેક. આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત હાલમાં કરવામાં આવી છે. આ ફિલ્મ સ્વાતંત્ર્ય-ડે વીકમાં 13 ઓગસ્ટ 2021ના રિલીઝ કરવામાં આવશે. પરંતુ લક્ષ્ય રાજ આનંદના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં જોનની સાથે જેકલીન ફર્નાન્ડિઝ અને રકુલપ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news