કંગના રનૌતે સરદાર પટેલ જયંતી પર મહાત્મા ગાંધી અને નહેરૂ પર લગાવ્યા ગંભીર આરોપ

બોલીવુડની ક્વીન કંગના રનૌત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. કંગના રનૌત હાલમાં દરેક મુદ્દા પર ખુલીને વાત કરી રહી છે. જેના કારણે તે ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ છે. આ વચ્ચે કંગના રનૌતે ફરિથી ચાહકોને હૈરાન કર્યા છે. થોડા સમય પહેલા જ કંગના રનૌતે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ કંગના રનૌતે સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતી પર મહાત્મા ગાંધી અને પંડિત જવાહર લાલ નહેરુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેનું કારણે બોલીવુડની સાથે સાથે રાજકીય કોરિડોરમાં પણ હડકંપ મચી ગયો છે.
કંગના રનૌતે સરદાર પટેલ જયંતી પર મહાત્મા ગાંધી અને નહેરૂ પર લગાવ્યા ગંભીર આરોપ

નવી દિલ્હી: બોલીવુડની ક્વીન કંગના રનૌત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ છે. કંગના રનૌત હાલમાં દરેક મુદ્દા પર ખુલીને વાત કરી રહી છે. જેના કારણે તે ઘણી વખત વિવાદોમાં ઘેરાઈ છે. આ વચ્ચે કંગના રનૌતે ફરિથી ચાહકોને હૈરાન કર્યા છે. થોડા સમય પહેલા જ કંગના રનૌતે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતી પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જ કંગના રનૌતે સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતી પર મહાત્મા ગાંધી અને પંડિત જવાહર લાલ નહેરુ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેનું કારણે બોલીવુડની સાથે સાથે રાજકીય કોરિડોરમાં પણ હડકંપ મચી ગયો છે.

પોતાની ટ્વીટમાં કંગના રનૌતે લખ્યું, હું તમને બધાને સરદાર વલ્લભ ભાઈ પટેલની જયંતીની શુભેચ્છા પાઠવવા ઇચ્છું છું. સરદાર વલ્લભભાઈ પટેલે આપણને દૂરંદેશી અને લીડરશિપના દમપર એક અખંડ ભારત આપ્યું છે. તમે અમારા માટે પ્રધાનમંત્રીની ખુરશીનો પણ ત્યાગ કર્યો છે. અમને અફસોસ છે કે, તમે પ્રધાનમંત્રી ના બની શક્યા. કંગના રનૌત ત્યાં રોકાઈ નહીં. તેણે સરદાર વલ્લભાઈ પટેલને લઇને એક પછી એક ટ્વીટ કર્યું.

— Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020

બીજા ટ્વીટમાં કગના રનૌતે લખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ દેશના સાચા લોખંડી પુરૂષ હતા. મને લાગે છે કે, ગાંધીજી અને પંડિત નહેરૂ એક નબળા દિમાગના માણસની સાથે કામ કરવા ઇચ્છતા હતા. તેથી રાજકારણમાં સૌથી આગળ માત્ર નહેરૂ રહ્યાં. આ પ્લાન ઘણો સારો હતો પરંતુ મહાત્મા ગાંધીના મોત બાદ બધુ જ બદલાઈ ગયું.

— Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020

ત્રીજા ટ્વીટમાં કંગના રનૌતે લખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ દેશના પહેલા પ્રધાનમંત્રી બનાવા માટે સૌથી યોગ્ય નેતા હતા, પરંતુ તેમણે બલિદાન આપ્યું. મહાત્મા ગાંધીને લાગતું હતું કે, પંડિત જવાહરલાલ નહેરૂ સરદાર વલ્લભભાઈ પટેલ કરતા સારૂ અંગ્રેજી બોલે છે. સરદાર વલ્લભભાઇ પટેલને આ નિર્ણયથી કોઈ મુશ્કેલી નહોતી. પરંતુ આજે સમગ્ર દેશ તેનું પરિણામ ભોગવી રહ્યું છે. આપણે આપણો હક બેશરમી છીનવી લેવો જોઈએ. '

— Kangana Ranaut (@KanganaTeam) October 31, 2020

ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર દેશ લોખંડી પુરૂષ સરદાર વલ્લભબાઈ પટેલની 145મીં જયંતીની ઉજવણી કરી રહ્યું છે. 31 ઓક્ટોબરના સરદાર વલ્લભભાઈ પટેલની જયંતીને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news