Drug Case: એનસીબીની ટીમ પહોંચી શાહરૂખ ખાનના ઘરે, જાણો ત્યારબાદ શું થયું મન્નતમાં

હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી (Drug Party) કેસની તપાસ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ ગુરુવારે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ઘરે મન્નત (Mannat) પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, NCB ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો શોધી રહી હતી

Drug Case: એનસીબીની ટીમ પહોંચી શાહરૂખ ખાનના ઘરે, જાણો ત્યારબાદ શું થયું મન્નતમાં

મુંબઇ: હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી (Drug Party) કેસની તપાસ કરતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની ટીમ ગુરુવારે બોલીવૂડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના ઘરે મન્નત (Mannat) પહોંચી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, NCB ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો શોધી રહી હતી, આ અંગે અધિકારીઓ નોટિસ આપવા માટે અભિનેતાના ઘરે પહોંચ્યા હતા.

'તમે સારૂ કામ કરી રહ્યા છો'
સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે એનસીબીના અધિકારીઓ મન્નતમાં દાખલ થયા ત્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની ટીમના સભ્યોએ પોતે તેમને રિસીવ કર્યા અને નોટિસ લીધી. અભિનેતાની ટીમના લોકોએ એમ પણ કહ્યું કે, NCB અધિકારીઓ સારૂં કામ કરી રહ્યા છે. પરંતુ તે આશા રાખે છે કે આર્યન ખાન (Aryan Khan) જલદીથી જેલમાંતી મુક્ત થાય. આર્યન શાહરૂખ ખાન મોટા દીકરાનું નામ છે, જેની ડ્રગ્સ કેસસમાં એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આર્યન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે અને કોર્ટે તેને હાલ માટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

3 ઓક્ટોબરના કરાઈ હતી ધરપકડ
એનસીબીએ 2 ઓક્ટોબરના મુંબઇમાં ચાલી રહેલી એક રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી આર્યન ખાન સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીના જણાવ્યા અનુસાર, આર્યન અને તેના મિત્રોની પાસેથી 13 ગ્રામ એમડી, 21 ગ્રામ ચર અને એમડીએમએની 22 ગોળીઓ મળી આવી હતી. આ ઉફરાંત 1.33 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. જેને જપ્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તમામની પૂછપરછ કરવામાં આવી અને 3 ઓક્ટોબરની રાત્રે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એનસીબીએ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા અને ત્યાંથી રિમાન્ડ મંજૂર કર્યા. સમય પૂર્ણ થયા બાદ કોર્ટે આર્યન સહિત તમામ આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો અને જેલ મોકલી દેવામાં આવ્યા. તેઓ હજુ પણ જેલમાં છે.

દીકરાને મળવા પહોંચ્યો શાહરૂખ
તો બીજી તરફ આર્થર રોડ જેલમાં કોરોના પ્રતિબંધોને હળવા કરી 21 ઓક્ટોબરથી હવે કેદીઓ/અન્ડર ટ્રાયલ કેદીઓને તેમના સંબંધીઓને મળવાની મંજૂરી આપવામાં આવી છે. આ ફેરફાર બાદ હવે વધુમાં વધુ બે સંબંધીઓ અથવા વકીલો કેદીઓને મળી શકશે. ત્યારે પુત્રને મળવા શાહરૂખ ખાન વહેલી સવારે આર્થર રોડ જેલ પહોંચી ગયો અને પુત્રની હાલત વિશે પૂછપરછ કરી. આ દરમિયાન તે લાગણીશીલ દેખાતો હતો. પરંતુ તેણે મીડિયાના કોઈ સવાલનો જવાબ આપ્યો ન હતો અને આર્યનને મળ્યા બાદ મન્નત પરત ફર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news