સાહોના સાઇકો સૈંયાની જબરી ધૂમ, એક જ દિવસમાં મળ્યા આટલા કરોડ વ્યુઝ

ભારતીય સિનેમાના બાહુબલી પ્રભાસની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાહો છે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મના પહેલું ગીત સાઇકો સૈયા હાલમાં જ રિલીઝ થયું છે. 

સાહોના સાઇકો સૈંયાની જબરી ધૂમ, એક જ દિવસમાં મળ્યા આટલા કરોડ વ્યુઝ

નવી દિલ્હી :  ભારતીય સિનેમાના બાહુબલી પ્રભાસની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પ્રભાસની આગામી ફિલ્મ સાહો છે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મના પહેલું ગીત સાઇકો સૈયા હાલમાં જ રિલીઝ થયું છે. ફિલ્મના આ ગીતને એક જ દિવસમાં એક કરોડ કરતા વધારે વ્યુ મળ્યા છે. 

ભારતીય સિનેમામાં બાહુબલીના નામથી પ્રખ્યાત પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મના લેટેસ્ટ ગીતે લોકોના દિલ જીતી લીધા છે. સાઇકો સૈંયામાં શ્રદ્ધાનો બોલ્ડ અને પ્રભાસનો કુલ લુક લોકોને પસંદ પડ્યો છે. 

સાહો એક સ્પાઇ ડ્રામા ઉપર છે, જેમાં દર્શકોને હચમચાવી દે તેવા એક્શન સીન્સ જોવા મળશે. આ ફિલ્મમાં શ્રદ્ધા અને પ્રભાષની સાથે-સાથે ‘સાહો’માં નીલ નિતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકર પણ જોવા મળશે. પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ડિરેક્ટર સુજિતની આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ અને મહેશ માંજરેકરની સાથેસાથે ટીનુ આનંદ અને મંદિરા બેદી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે અને એનો સામનો જોન અબ્રાહમની બાટલા હાઉસ સાથે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news