જિતેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન કેમ ન થયા? રસપ્રદ કિસ્સો ખાસ જાણો

બોલિવૂડના જમ્પિંગ જેક ગણાતા અભિનેતા જિતેન્દ્ર આજે તેમનો 78મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. પોતાની જબરદસ્ત ડાન્સ શૈલીના કારણે તેમણે લોકોના હ્રદય પર મોટી છાપ છોડી છે. આ જ  કારણે લોકો તેમને જમ્પિંગ જેક નામથી બોલાવવા લાગ્યા. ફિલ્મ નવરંગથી ફિલ્મી દુનિયામાં પગ મૂકનારા અભિનેતા જિતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ 1942ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના જન્મદિવસ પર જાણીએ રોચક વાતો...

Updated By: Apr 7, 2020, 11:30 AM IST
જિતેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન કેમ ન થયા? રસપ્રદ કિસ્સો ખાસ જાણો

નવી દિલ્હી: બોલિવૂડના જમ્પિંગ જેક ગણાતા અભિનેતા જિતેન્દ્ર આજે તેમનો 78મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. પોતાની જબરદસ્ત ડાન્સ શૈલીના કારણે તેમણે લોકોના હ્રદય પર મોટી છાપ છોડી છે. આ જ  કારણે લોકો તેમને જમ્પિંગ જેક નામથી બોલાવવા લાગ્યા. ફિલ્મ નવરંગથી ફિલ્મી દુનિયામાં પગ મૂકનારા અભિનેતા જિતેન્દ્રનો જન્મ 7 એપ્રિલ 1942ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેમના જન્મદિવસ પર જાણીએ રોચક વાતો...

જિતેન્દ્રના પિતા આર્ટિફિશિયલ જ્વેલરીનું કામ કરતા હતાં. તેમના પિતા તે જમાનાના મશહૂર નિર્માતા વી શાંતારામના ત્યાં જ્વેલરી મોકલતા હતાં. ફિલ્મ જોવાના શોખિન જિતેન્દ્રની ભલામણ તેમના પિતાએ જ વી શાંતારામને કરી હતી. પિતાએ જ્યારે શાંતારામને જિતેન્દ્રની ભલામણ કરી તો તેમણે કહ્યું કે અત્યારે તો કોઈ રોલ નથી પરંતુ ત્યારબાદ અચાનક એક દિવસ તેમણે જિતેન્દ્રના પિતાને કહ્યું કે તેમના પુત્રને મોકલો. જ્યારે પિતાએ જિતેન્દ્રને વાત કરી તો તેઓ ખુશ થઈ ગયાં. નિર્માતા વી શાંતારામે જણાવ્યું હતું કે તેમણે પ્રિન્સનો રોલ કરવાનો છે. નિર્માતાની આ વાત સાંભળીને તેઓ ખુશ થઈ ગયા પણ સેટ પર જઈને જોયું તો ત્યાં અનેક પ્રિન્સ બેઠા હતાં. જિતેન્દ્રનું મન ઉદાસ થઈ ગયું. તેઓ પાંચ વર્ષ સુધી આવા જ નાના મોટા રોલ કરતા રહ્યાં. ત્યારબાદ તેમને પહેલીવાર નવરંગ ફિલ્મમાં કામ કરવા મળ્યું પરંતુ ઓળખ તો ગીત ગાયા પત્થરો ને ફિલ્મથી મળી. ત્યારબાદ ક્યારેય પાછું વળીને જોયું નથી.

જિતેન્દ્રની સુપરહીટ ફિલ્મો
જિતેન્દ્રએ લગભગ 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં અનેક ફિલ્મો સુપરહીટ રહી. તેઓ અભિનેતાની સાથે સાથે નિર્દેશક અને નિર્માતા તરીકે પણ કામ કરી ચૂક્યા છે. સતત ફિલ્મો કરવા અંગે તેઓ કહે છે કે મેં મારી લાઈફમાં ખુબ ગરીબી જોઈ હતી, આથી દરેક ફિલ્મ માટે હું હા પાડી દેતો હતો. 

જિતેન્દ્ર હેમા માલિની સાથે લગ્ન કરવાના હતાં?
શું તમે જાણો છો કે હેમા માલિનીને ધર્મેન્દ્ર ઉપરાંત જિતેન્દ્ર અને સંજીવકુમાર પણ ખુબ પસંદ કરતા હતાં. તેઓ લગ્ન કરવા માંગતા હતાં. આ બધા વચ્ચે એવા અહેવાલ આવ્યાં કે જિતેન્દ્ર અને હેમા માલિનીએ લગ્ન કરવાનું નક્કી કરી લીધુ છે અને તેઓ ચેન્નાઈમાં છે. તે સમયે જિતેન્દ્રનો શોભા (હાલ પત્ની) સાથે રોમાન્સ ચાલતો હતો. આ ખબર પડતા જ ધર્મેન્દ્ર શોભાને લઈને મદ્રાસ પહોંચી ગયા હતાં. કહેવાય છે કે શોભાએ ત્યાં હોબાળો મચાવી દીધો હતો અને તેના કારણે જિતેન્દ્ર અને હેમાના લગ્ન થઈ શક્યા નહીં. ત્યારબાદ ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરી લીધા.