રાજા રામમોહન હતા અંગ્રેજોના ચમચા, બોલ્ડ હિરોઇન કહી બેઠી ન કહેવાનું
પાયલની આ પોસ્ટ પછી અનેક લોકોએ એની આકરી ટીકા કરી છે. કેટલાક લોકોએ પાયલને આવા ગપગોળા હાંકવાનું બંધ કરી દેવાની સલાહ આપી છે તો કેટલાક સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સતી પ્રથા કોઈપણ રીતે મહિલાની પસંદગી ન હોઈ શકે.
Trending Photos
મુંબઈ : એક્ટ્રેસ પાયલ રોહતગી પોતાના બોલ્ડ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેણે પોતાની ટ્વીટમાં મહાન સમાજ સુધારક રાજા રામમોહન રાયને અંગ્રેજોના ચમચા ગણાવ્યા છે. હકીકતમાં રાજા રામમોહન રાયને સતીપ્રથા બંધ કરાવનાર સમાજ સુધારક તરીકે જાણવામાં આવે છે. તેમણે આ કુપ્રથાના અંત માટે અનેક આંદોલન કર્યા હતા. તેમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી અને તેમને ભારતમાં નવા યુગના જનક તરીકે ઓળખવામાં આવે છે.
આ ટ્વીટને શેયર કરીને પાયલે લખ્યું હતું કે તેઓ અંગ્રેજોના ચમચા હતા. અંગ્રેજોએ તેમનો ઉપયોગ સતી પ્રથાને બદનામ કરવા માટે કર્યો હતો. સતી પ્રથા દેશ માટે અનિવાર્ય નહોતી પણ મુગલ શાસકો દ્વારા હિંદુ મહિલાઓને વેશ્યાવૃત્તિથી બચાવવા માટે આ પ્રથા લાવવામાં આવી હતી. સતી પ્રથા મહિલાઓની મરજીથી ચાલતી હતી.
No he was a chamcha to Britishers who used him to defame the Sati tradition. Sati tradition was not compulsory but was introduced to prevent the prostitution of Hindu wives by the hands of Mughal invaders. It was the woman’s choice. #FeministsofIndia Sati was not regressive 🙏 https://t.co/sALLK2lALF
— PAYAL ROHATGI & Team -BHAKTS of BHAGWAN RAM (@Payal_Rohatgi) May 25, 2019
પાયલની આ પોસ્ટ પછી અનેક લોકોએ એની આકરી ટીકા કરી છે. કેટલાક લોકોએ પાયલને આવા ગપગોળા હાંકવાનું બંધ કરી દેવાની સલાહ આપી છે તો કેટલાક સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે સતી પ્રથા કોઈપણ રીતે મહિલાની પસંદગી ન હોઈ શકે. એક વ્યક્તિએ મુંબઈ પોલીસને ટેગ કરીને જણાવ્યું છે કે પાયલનું નિવેદન ક્રાઇમ કેટેગરીમાં આવે છે કારણ કે આ સતી પ્રથાને ઉત્તેજન આપે છે અને પોલીસે આ મામલામાં તરત કાર્યવાહી કરવી જોઈએ.
Dear @MumbaiPolice - this is a clear cognizable offense under Clause 5 of the Commission of Sati (Prevention) Act, 1987. Clause 5 details out “Punishment for glorification of sati.“
Hoping that urgent action is taken in this very serious and shocking matter. https://t.co/E1ZIxSwJq2
— Saket Gokhale (@SaketGokhale) May 26, 2019
પાયલ વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતી છે. હાલમાં પાયલ રોહતગીએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે વિવેક ઓબેરોયના મામલાની વાત કરતા કરતા અચાનક કરીના કપૂર વિશે બોલવા લાગી. થોડા દિવસ પહેલા વિવેક ઓબેરોય એક્ઝિટ પોલને લઈને ઐશ્વર્યા રાયનું મીમ શેર કરતાં ટ્રોલ થયો હતો, જે પછી તેણે માફી માગીને ટ્વિટ પણ ડિલીટ કરી દીધું. આ અંગે પાયલે કહ્યું કે વિવેકનું કામ પૂરુ થઈ ગયું છે. તેને લાઇમલાઇટમાં આવવાનું હતું. તેની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રિલીઝ થવાની છે તેથી ચર્ચામાં આવવા તેણે આમ કર્યુ છે. કરીના કપૂર પણ મીડિયાને ત્યારે બોલાવે છે જ્યારે તે તૈમૂરની સાથે હોય છે. તે પણ લાઇમલાઇટમાં રહેવા માટે આવું કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે