First Look: PM Modi ની બાયોપિકનું પોસ્ટર 23 ભાષામાં થયું લોન્ચ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ બોલીવુડ સ્ટાઇલમાં જોવાના તેમના ફેન્સ માટે કંઇક અલગ હશે. આજે પીએમ મોદી પર બની રહેલી બાયોયપિકનું ફર્સ્ટ પોસ્ટર 23 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. જેને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસે લોન્ચ કર્યું છે.

First Look: PM Modi ની બાયોપિકનું પોસ્ટર 23 ભાષામાં થયું લોન્ચ

નવી દિલ્હી: બોલીવુડમાં બાયોપિકનો દોર નવો નથી પરંતુ એવું લાગે છે કે ખેલાડીઓ પછી હવે રાજકીય ચહેરાઓને પડદા પર જોવાનો અનુભવ કંઇક અલગ જ હશે. પૂર્વ પીએમ મનમોહન સિંહ બાદ હવે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ બોલીવુડ સ્ટાઇલમાં જોવાના તેમના ફેન્સ માટે કંઇક અલગ હશે. આજે પીએમ મોદી પર બની રહેલી બાયોયપિકનું ફર્સ્ટ પોસ્ટર 23 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. જેને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડનવીસે લોન્ચ કર્યું છે.

ટ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટરના ફર્સ્ટ લુકને શેર કર્યો છે. જેમાં પીએમ મોદીનો રોલમાં વિવેક ઓબેરોય જોવા મળી રહ્યો છે. પોસ્ટર પર ટેગ લાઇન આપવામાં આવી છે, દેશભક્તિ જ મારી શક્તિ છે.

— taran adarsh (@taran_adarsh) January 7, 2019

પીએમ મોદીની બાયોપિકની સત્તાવરા જાહેરાત થઇ ગઇ છે. જેને દિગ્દર્શક ઓમંગ કુમાર દ્વારા દિગ્દર્શિત કરશે. આ ફિલ્મમાં એક્ટર વિવેક ઓબેરોય પ્રધાનમંત્રી મોદીનો રોલ નિભાવી રહ્યો છે. ટ્રેડ એનલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની સત્તાવાર જાહેરાતની જાણકારી આપી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર આજે 7 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટાઇટલ હાલ ‘પીએમ નરેન્દ્ર મોદી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ મિડ-જાન્યુઆરીથી શરૂ થઇ જશે. ફિલ્મને વિવેકના પિતા સુરેશ ઓબેરોય અને સંદીપ સિંહ પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.

મળતી જાણકારી અનુસાર વિવેક ઓબેરોયે તેના લુક્સ અને બોડીશેપ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેઓ આ રોલને તેના કરિયરનો સૌથી ચેલેન્જિંગ રોલ માની રહ્યો છે. આ બાયોપિકની આઉટડોર શૂટિંગ માટે દિલ્હીની સાથે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થશે. પાછલા દોઢ વર્ષમાં ઉમંગ કુમાર ફિલ્મની ટીમ સાથે મળી આ સ્ટોરી પર કામ કરી રહ્યાં હતા. મહત્વ રોલમાં કોણ કોણ હશે તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરી દેવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news