Video: બોયફ્રેન્ડ સાથે ગોવા પહોંચી પ્રિયંકા, પરિણીતી સાથે કરી મસ્તી

હાલમાં પ્રિયંકા, નિક અને પરિણીતીની લંચ કરતી તસવીરો વાઇરલ થઈ છે

Video: બોયફ્રેન્ડ સાથે ગોવા પહોંચી પ્રિયંકા, પરિણીતી સાથે કરી મસ્તી

નવી દિલ્હી : બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના કથિત બોયફ્રેન્ડ નિક જોનાસ સાથેના સંબંધોને કારણે બહુ ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા રવિવારે પોતાના બ્રોયફ્રેન્ડ નિક જોનાસ, ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને કઝિન પરિણીતી ચોપરા સાથે ગોવા માટે રવાના થઈ હતી. એવી પણ ચર્ચા છે કે ગોવામાં પ્રિયંકા અને નિક સગાઈ કરી શકે છે. નિક ગુરુવારે પ્રિયંકા સાથે ભારત આવ્યો હતો. આ બાદ બંને પ્રિયંકાની મમ્મી મધુ ચોપરા સાથે ડિનર પર ગયા હતા. 

ગોવામાં પ્રિયંકા અને પરિણીતીએ 'ટીપ ટીપ બરસા પાની' ગીત પર એક વીડિયો પણ બનાવીને ભરપુર મસ્તી કહી છે. તેમણે પોતાનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો્ છે અને જબરદસ્ત વાઇરલ બન્યો છે. 

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

છેલ્લા એક મહિનાથી પ્રિયંકા અને નિક ઘણીવાર સાથે જોવા મળ્યા છે. આ કારણે જ બંનેના અફેરની ચર્ચા ચાલી રહી છે. નિક અમેરિકન સિંગર છે અને ગીતકાર છે. તેની ઉંમર 25 વર્ષ છે અને તે પ્રિયંકાથી 10 વર્ષ નાનો છે. બંનેની મુલાકાત 2017માં ગાલા ઈવેન્ટ દરમિયાન થઈ હતી અને ત્યારથી બંને નજીક આવ્યા છે. 

કરિયરની વાત કરીએ તો પ્રિયંકા જલ્દી જ સલમાન ખાન સાથે ‘ભારત’ની શૂટિંગ શરૂ કરશે. ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે. આ સાથે જ પ્રિયંકાની ફરહાન અખ્તર સાથે પણ એક ફિલ્મની ચર્ચા થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news