રણવીર સિંહે સ્ટેજ પરથી કહ્યું કંઇક એવું કે પત્ની દીપિકાની આંખમાંથી વહેવા લાગ્યા આંસુ

મુંબઈમાં ગઈકાલે સાંજે સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018નું આયોજન કરવામાં આવ્યું, 

રણવીર સિંહે સ્ટેજ પરથી કહ્યું કંઇક એવું કે પત્ની દીપિકાની આંખમાંથી વહેવા લાગ્યા આંસુ

નવી દિલ્હી : મુંબઈમાં ગઈકાલે સાંજે સ્ટાર સ્ક્રીન અવોર્ડ 2018નું આયોજન કરવામાં આવ્યું, જેમાં બોલિવૂડના એક્ટર્સને અલગઅલગ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યા. આ એવોર્ડ ફંકશનમાં બોલિવૂડ એક્ટર રણવીર સિંહને બેસ્ટ એક્ટર લીડિંગ રોલનો ખિતાબ મળ્યો. ફિલ્મ ‘પદ્માવત’ માટે રણવીરને આ અવોર્ડ આપવામાં આવ્યો છે.

આ ફંક્શનની ઇમોશનલ સ્પિચમાં રણવીરે કહ્યું, “મને ‘પદ્માવત’માં રાણી ન મળી પરંતુ અસલી જીવનમાં મારી રાણી મને મળી ગઈ છે. દીપિકા હું તને ખૂબ પ્રેમ કરું છું. છેલ્લા 6 વર્ષમાં મેં જે કંઈ પણ મેળવ્યું છે તે તારા કારણે. તે મને જમીન સાથે જોડી રાખ્યો અને સુરક્ષિત રાખ્યો. દરેક વસ્તુ માટે ધન્યવાદ, હું તને ખૂબ પ્રેમ કરું છું.”

— RanveerSingh TBT💗 (@RanveerSinghtbt) December 16, 2018

રણવીરની સ્પીચ સાંભળીને ઓડિયન્સમાં બેઠેલી દીપિકાની આંખમાં આંસુ આવી ગયા. રણવીર-દીપિકા એકબીજા માટે ખૂબ ઈમોશનલ થઈ ગયા. જણાવી દઈએ કે રણવીર સિંહે ‘પદ્માવત’માં અલ્લાઉદ્દીન ખિલજીનો રોલ ભજવ્યો હતો. આ રોલમાં રણવીરની એક્ટિંગ દમદાર હતી અને લોકોએ ભરપૂર પ્રશંસા કરી હતી.

રણવીરે પછી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો તેને એક્ટર તરીકે ઘડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. રણવીરે પછી તેના માતા-પિતા અને બહેનને પણ તેની સફળતાનો યશ આપ્યો હતો. આખરે સ્પિચમાં રણવીરે આ વર્ષે અવસાન પામેલા તેના નાનીને પણ યાદ કર્યા હતા. 

— Jerry 👻 (@xcxwii) December 16, 2018

વિનર લિસ્ટ 

  • બેસ્ટ એક્ટર - રણવીર સિંહ (પદ્માવત) અને રાજકુમાર રાવ (સ્ત્રી)
  • બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (રાઝી)
  • બેસ્ટ રિયલ સ્ટાર ઓન સોશિયલ મીડિયા - કેટરિના કૈફ
  • બેસ્ટ એક્ટર ફીમેલ (ક્રિટિક્સ) - નીના ગુપ્તા (બધાઇ હો)
  • બેસ્ટ એક્ટર મેલ (ક્રિટિક્સ) - ગજરાજ રાવ (બધાઇ હો)
  • બેસ્ટ ફિલ્મ - સ્ત્રી
  • લાઇફટાઇમ એચિવમેન્ટ અવોર્ડ - શબાના આઝમી 
  • બેસ્ટ એક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલ - સુરેખા સિકરી (બધાઇ હો)
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ) -ઇશાન ખટ્ટર (ધડક અને બિયોન્ડ ધ ક્લાઉડ્સ)
  • બેસ્ટ ડેબ્યુ એક્ટર (ફીમેલ) - રાધિકા મદાન (પટાખા)
  • બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલ – પંકજ ત્રિપાઠી (સ્ત્રી)
  • બેસ્ટ ફિમેલ સિંગર - હર્ષદીપ કૌર (દિલબરો-રાઝી)
  • બેસ્ટ લિરિક્સ - ગુલઝાર (એ વતન-રાઝી)
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગર - અરિજીત સિંહ (એ વતન - રાઝી)
  • બેસ્ટ મ્યુઝિક - અમિત ત્રિવેદી (મનમર્જિયાં)
  • બેસ્ટ ફિલ્મ રાઇટિંગ - અરિજીત વિશ્વાસ અને શ્રીરામ રાઘવન (અંધાધુન)
  • બેસ્ટ એક્શન - અહમદ ખાન (બાગી 2)
  • બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ) - આયુષ્યમાન ખુરાના
  • બેસ્ટ ડિરેક્ટર - શ્રીરામ રાઘવન
  • બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ) - મુલ્ક
  • બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર - અમર કૌશિક (સ્ત્રી)
  • બેસ્ટ કોરિયોગ્રાફી - પદ્માવત
  • બેસ્ટ ડાયલોગ્સ - સ્ત્રી
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી - તુમ્બાડ
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અમિત અને સુબ્રતો (રાઝી)
  • બેસ્ટ કોશ્ચ્યુમ - પદ્માવત
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન - મધુ (અંધાધુન)

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news