LIVE: કમલ બન્યા મધ્યપ્રદેશના "નાથ", શપથગ્રહણમાં મહાગઠબંધનનું શક્તિ પ્રદર્શન

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત બાદ આજે નવા મુખ્યમંત્રીઓની શપથગ્રહણનો દિવસ છે. સૌથી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી સ્વરુપે અશોક ગહલોત અને નાયબ મુખ્યપ્રધાન તરીકે સચિન પાયલોટે શપથગ્રહણ કર્યા હતા. 

LIVE: કમલ બન્યા મધ્યપ્રદેશના "નાથ", શપથગ્રહણમાં મહાગઠબંધનનું શક્તિ પ્રદર્શન

ભોપાલ : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસની જીત બાદ આજે નવા મુખ્યમંત્રીઓની શપથગ્રહણનો દિવસ છે. સૌથી પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી સ્વરુપે અશોક ગહલોત અને નાયબ મુખ્યપ્રધાન તરીકે સચિન પાયલોટે શપથગ્રહણ કર્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની જવાબદારી કમલનાથને સોંપવામાં આવી છે. કમલનાથ પ્રદેશનાં 18માં મુખ્યમંત્રી બન્યા છે. તેમને રાજ્યપાલ આનંદીબેન પટેલે શપથ ગ્રહણ કરાવ્યા હતા. જ્યારે છત્તીસગઢનાં મુખ્યમંત્રીનું પદ ભૂપેશ બધેલને સોંપવામાં આવ્યું છે.

- કમલનાથે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરી.
- કમલનાથે મધ્યપ્રદેશનાં 18માં મુખ્યમંત્રી પદનાં શપથ લીધા.


- કમલનાથ મંચ પર પહોંચી ચુક્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા પણ તેમની સાથે મંચ પર પહોંચ્યા.
- રાજ્યપાલ આનંદીબેન પટેલે કમલનાથને પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવ્યા

- રાજસ્થાનનાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી અશોક ગહલોત અને ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટ પણ કમલનાથનાં શપથ ગ્રહણમાં પહોંચી ચુક્યા છે. 14:13 PM 17-12-2018


- ભોપાલના જમ્બુરી મેદાનમાં યોજાશે કમલનાથનો શપથગ્રહણ સમારોહ, તમામ નેતાઓ મંચ પર પહોંચ્યા


- કમલનાથનાં સમારંભના મંચ પર એનડીએ ઘટક દળોનાં નેતા સહિત બિન ભાજપ દળોનાં નેતાઓ પણ હાજર રહ્યા. એનસીપી નેતા શરદ પવાર પણ પહોંચ્યા


- હાલના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કમલનાથનાં શપથગ્રહણ સમરોહમાં ભાગ લેવા માટે પહોંચ્યા.


- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભોપાલ પહોંચી ચુક્યા છે. તેઓ ત્યાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કમલનાથનાં શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે. રાહુલ સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને ફારુક અબ્દુલ્લા અને શરદ યાદવ પણ અહીં પહોંચ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news