સલમાન અને શાહરૂખે શરમ નેવે મૂકીને માઇકમાં જોરજોરથી શરૂ કર્યું ગાવાનું અને પછી....Video

સલમાન ખાન અને શાહરૂખ ખાન બંનેની ગણતરી બોલિવૂડના સુપરસ્ટાર તરીકે થાય છે. 

સલમાન અને શાહરૂખે શરમ નેવે મૂકીને માઇકમાં જોરજોરથી શરૂ કર્યું ગાવાનું અને પછી....Video

મુંબઈ : સલમાન ખાન અને શાહરૂખ ખાન બંનેની ગણતરી બોલિવૂડના સુપરસ્ટાર તરીકે થાય છે. આ બંને ભાગ્યે જ જાહેરમાં સાથે જોવા મળે છે. આ બંને કલાકારો વચ્ચે ભારે પ્રતિસ્પર્ધા છે પણ આમ છતાં તેઓ જાહેરમાં મૈત્રીપુર્ણ વર્તન દાખવે છે. હાલમાં આ બંનેનો એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં તેઓ એકબીજા સાથે ખુશ દેખાય છે. આ વીડિયોમાં શાહરૂખ અને સલમાન માઇકમાં જોરજોરથી 'પ્યાર હમે કિસ મોડ પે લે આયા' ગીત ગાય છે. આ ગીત ફિલ્મ 'સત્તે પે સત્તા'નું છે. 

હાલમાં સલમાને પોતાનો 53મો જન્મદિવસ ઉજવ્યો છે. આ વીડિયો સલમાનની પાર્ટીનો છે કે નહીં એ તો ખબર નથી પણ વીડિયોમાં તેમની કેમિસ્ટ્રી ગજબની છે. હાલમાં સલમાને 'ઝીરો'માં મહેમાન કલાકારનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં શાહરૂખ મેઇન હીરો છે. 

હાલમાં શાહરૂખને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તે સલમાન અને આમિર સાથે કામ કરવાનું પસંદ કરશે? જોકે શાહરૂખે આ વાતનો બહુ હકારાત્મક જવાબ આપ્યો હતો. તેણે ટેલિગ્રાફ સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે " જો મને સલમાન તેમજ આમિર સાથે કામ કરવાની તક મળે તો હું શું કામ એને ગુમાવું ? મારા માટે આ બહુ મોટી વાત છે. મેં સલમાન સાથે કરણ અર્જુનમાં કામ કર્યું છે પણ આમિર સાથે કામ નથી કર્યું." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news