Video: ઈન્દોરમાં શરૂ થયું 'દબંગ 3'નું શૂટિંગ, સલમાને ફેન્સની સાથે શેર કરી પોસ્ટ

સલમાન ખાને મધ્યપ્રદેશના ઈન્દોરમાં 'દબંગ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. 
 

 Video: ઈન્દોરમાં શરૂ થયું 'દબંગ 3'નું શૂટિંગ, સલમાને ફેન્સની સાથે શેર કરી પોસ્ટ

નવી દિલ્હીઃ ચુલબુલ પાંડે બનીને ફેન્સના દિલમાં પોતાની જગ્યા બનાવનાર સુપરસ્ટાર સલમાન ખાને સોમવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં 'દબંગ' ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. સલમાને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર અરબાઝ ખાનની સાથે એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, તે પોતાના જન્મસ્થળ પરથી પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી રહ્યાં છે. 

સલમાન ખાને ઇંસ્ટાગ્રામ પોસ્ટ પર જણાવ્યું કે, 'દબંગ 3'ના શૂટિંગ માટે પોતાની જન્મભૂમિ પર પરત આવ્યો. અરબાઝ ખાન. 

A post shared by Salman Khan (@beingsalmankhan) on

જાણવા મળ્યું કે,  'દબંગ 3'નું દિગ્દર્શન કોરિયોગ્રાફર તથા ફિલ્મકાર પ્રભુ દેવા કરશે. આ સિરીઝની પ્રથમ ફિલ્મ 'દબંગ' 2010માં રિલીઝ થઈ હતી, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. જ્યારે 'દબંગ 2'નું દિગ્દર્શન અરબાઝ ખાને કર્યું હતું. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને માહી ગિલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યાં છે. 

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે સલમાન ખાને પોતાના મિત્ર બોબી દેઓલને પણ ફિલ્મ દબંગ-3માં કાસ્ટ કર્યાં છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા વર્ષોથી સલમાન ખાન અને બોબી દેઓલ એકબીજાના નજીક છે. બોલીવુડના 'સોલ્જર' બોબી દેઓલ 'દબંગ 3'માં ચુલબુલ પાંડેના મિત્રની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ચુલબુલ પાંડેની કહાનીને ફ્લેશબેકમાં દેખાડવાની તૈયારી છે. આ ફ્લેશબેકમાં સલમાન ખાનના મિત્રના રોલમાં બોબી દેઓલ જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news