સલમાનને મળી ગઈ 'છોકરી', Twitter પર પોતે કરી મોટી જાહેરાત

સલમાન ખાનની ટ્વીટને કારણે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે

સલમાનને મળી ગઈ 'છોકરી', Twitter પર પોતે કરી મોટી જાહેરાત

નવી દિલ્હી : સલમાન ખાન આખરે ક્યારે લગ્ન કરશે ? આ સવાલ, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો...?'થી પણ વધારે મોટો છે. છેલ્લા અનેક વર્ષોથી સલમાન ખાન તેના લગ્ન વિશેના સવાલ ટાળતો રહ્યો છે. હાલમાં જ શો 'બિગ બોસ 11'ના સ્ટેજ પર પહોંચેલી રાની મુખરજીએ સલમાન સાથે સીધી બાળકોની વાત જ કરી નાખી. જોકે હવે લાગે છે કે સલમાનને છોકરી મળી ગઈ છે. હાલમાં સલમાને ટ્વીટ કરીને એલાન કરી દીધું છે કે મને છોકરી મળી ગઈ છે. 

સલમાને થોડા સમય પહેલાં જ ટ્વિટર પર લખ્યું છે કે ,'मुझे लड़की मिल गई...'. હવે સલમાને આવું અધુરું એલાન કેમ કર્યું છે એનો ચોક્કસ જવાબ તો મુશ્કેલ છે. જોકે એ વાત સાચી છે કે જ્યાં સુધી સલમાન ખાન પોતે આ જાહેરાત પાછળના કારણની સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી તેના ચાહકો જરૂર ખુશ થઈ શકે છે. 

— Salman Khan (@BeingSalmanKhan) February 6, 2018

કામની વાત કરીએ તો  હાલમાં સલમાન પોતાની ફિલ્મ 'રેસ 3'નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે જેકલિન ફર્નાન્ડિઝ, બોબી દેઓલ, ડેઇઝી શાહ તેમજ સાકિબ સલીમ જોવા મળશે. આ ફિલ્મનું ડિરેક્શન રેમો ડિસુઝા કરી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news