કેનેડામાં દિવ્યા ભારતીની 'ડુપ્લિકેટ'ને મળ્યો સલમાન!

તે એક સમયે ટોચની એક્ટ્રેસ દિવ્યા ભારતીની 'ડુપ્લિકેટ' તરીકે જાણીતી હતી

Updated: Jul 12, 2018, 12:14 PM IST
કેનેડામાં દિવ્યા ભારતીની 'ડુપ્લિકેટ'ને મળ્યો સલમાન!

મંબઈ : હાલમાં કેનેડામાં રંભા અને સલમાન ખાનની મુલાકાત થઈ હતી. રંભા પોતાના એક સમયના હીરો સલમાન ખાનનો શો જોવા માટે પોતાનો દીકરી અને પતિને લઈને ગઈ હતી. અહીં તેણે સલમાન અને ટુરના બીજા સભ્યો જેક્લીન, ડેઇઝી શાહ, સોનાક્ષી સિંહા, કેટરિના કૈફ અને પ્રભુ દેવા સાથે તસવીરો પડાવી હતી અને એને ઇન્સ્ટાગ્રામ પર શેયર પણ કરી છે. રંભા અને સલમાને 'જુડવા' અને 'બંધન'માં સાથે કામ કર્યું છે અને રંભા એક સમયે ટોચની એક્ટ્રેસ દિવ્યા ભારતીની 'ડુપ્લિકેટ' તરીકે જાણીતી હતી. 


રંભાએ આઠ વર્ષ પહેલા 2010માં ઈંદ્ર કુમાર પદ્મનાથન સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ મેજિકવૂડ્સના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર છે. લગ્ન બાદ રંભા ટોરેન્ટોમાં રહે છે. સાત વર્ષની લાવણ્યા અને ચાર વર્ષની સાશા રંભાની પુત્રીઓ છે. હવે 40 વર્ષની વયે રંભા ત્રીજી વખત માતા બનાવી જઈ રહી છે. હાલમાં જ તેણે પોતાના ફેન્સ સાથે માતા બનવાની વાત શેર કરી હતી.

થોડા સમય પહેલા રંભાના લગ્નજીવનમાં ભંગાણ થયાના અહેવાલ આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે રંભા પતિને છૂટાછેડા આપવા માંગે છે. જોકે પાછળથી રંભાએ આ સમાચારોનું ખંડન કરતા અફવા ગણાવી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...