'ભોજન કરતા જરૂરી છે સેક્સ' કહેનારી અભિનેત્રીએ હવે આ મુદ્દે આપ્યું મોટું નિવેદન, કહ્યું- લાગતું હતું કે જાણે મરી જઈશ

અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહેલી વાતે ખુબ ચર્ચા જગાવી હતી. તે વખતે ઈન્ટરવ્યુમાં તેને સવાલ પૂછાયો હતો કે તેના માટે ખાવાનું મહત્વનું છે કે સેક્સ?

Updated By: Dec 8, 2021, 09:33 AM IST
'ભોજન કરતા જરૂરી છે સેક્સ' કહેનારી અભિનેત્રીએ હવે આ મુદ્દે આપ્યું મોટું નિવેદન, કહ્યું- લાગતું હતું કે જાણે મરી જઈશ
Image Courtesy: Instagram/@samantharuthprabhuoffl

હૈદરાબાદ: અભિનેત્રી સામંથી રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) એ આખરે અક્કિનેની નાગા ચૈતન્યા સાથેના પોતાના છૂટાછેડા અને પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પડનારી અસર અંગે ખુલીને વાત કરી. થોડા સમય પહેલા જ ટોલીવુડની જાણીતી જોડી નાગા ચૈતન્યા અને સામંથાએ ડિવોર્સની જાહેરાત કરી તો ચાહકોને આઘાત લાગી ગયો હતો. તેમના ફેન્સમાં નિરાશા છવાઈ ગઈ હતી. જ્યારથી 'માજિલી' ની અભિનેત્રીએ નાગા ચૈતન્યથી અલગ થવાની જાહેરાત કરી છે ત્યારથી તે આ મુદ્દે ચૂપ છે. 

સામંથાએ કહ્યું કે તેને લાગતું હતું કે તે તૂટી જશે અને મરી જશે. પરંતુ જેમ કે તેણે મહેસૂસ કર્યું કે તે પોતાનું જીવન જીવવા જઈ રહી છે. તમામ મુદ્દાઓ સાથે, તે આટલી મજબૂત મહિલા હોવા બદલ તે પોતાને બિરદાવે છે. શકુંતલમની અભિનેત્રીએ કહ્યું કે હું ક્યારેય જાણતી નહતી કે હું આમાંથી બહાર નીકળી શકુ છું, મને પોતાની જાત પર ગર્વ છે કારણ કે મને ક્યારેય ખબર નહતી કે હું આટલી મજબૂત છું. 

'खाने से जरूरी है सेक्स' कहने वाली एक्ट्रेस का बड़ा बयान, कहा- लगता था मर जाऊंगी

સામંથાએ એવો પણ ઉલ્લેખ કર્યો કે ચૈતન્ય સાથેના તેના છૂટાછેડાએ તેના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરી, પરંતુ તેમાંથી બહાર આવવા માટે તેણે અનેક ઉપાયો અજમાવ્યા. સામંથા જલદી બે  બહુભાષી પ્રોજેક્ટ્સ પર કામ કરશે જેમાંથી એકનું ટાઈટલ 'યશોદા' છે. આ સાથે જ સામંથાએ વચન આપ્યું છે કે તે ફક્ત પોતાની મહેનતથી પોતાના ટીકાકારોના મોઢા બંધ કરશે બીજુ કઈ નહીં. 

'ભોજન કરતા જરૂરી છે સેક્સ'
અત્રે જણાવવાનું કે સામંથાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહેલી વાતે ખુબ ચર્ચા જગાવી હતી. તે વખતે ઈન્ટરવ્યુમાં તેને સવાલ પૂછાયો હતો કે તેના માટે ખાવાનું મહત્વનું છે કે સેક્સ? પહેલા તો સામંથાએ આ સવાલને ટાળવાનો પ્રયત્ન કર્યો અને જવાબ આપવાની ના પાડી પરંતુ પછી તેણે સેક્સને ખાવાના કરતા વધુ મહત્વ આપ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube