એક અભિનેત્રીએ Tweet કરીને કહ્યું - 'સંજૂ' જોઈને રોઈ પડશે નીતુ કપૂર'

આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે

એક અભિનેત્રીએ Tweet કરીને કહ્યું - 'સંજૂ' જોઈને રોઈ પડશે નીતુ કપૂર'

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણબીર કપુર બોક્સઓફિસ પર છવાઈ ગયો છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'એ પહેલા દિવસે જ બોક્સઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 34.75 કરોડ રૂ. અને બીજા દિવસે 38.60 કરોડ રૂ.ની કમાણી કરી હતી. હવે આ ફિલ્મના ત્રીજા દિવસના કલેક્શનના આંકડા્ પણ આવી ગયા છે. 'સંજૂ'ની ત્રીજા દિવસની કમાણીની મદદથી તમામ ફિલ્મોને પછાડીને ટોપ મૂવી બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 44  કરોડ રૂ.નું કલેક્શન કર્યું. આમ, આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે.  બોલિવૂડના તમામ સ્ટાર્સ આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. 

ફિલ્મ રિલીઝ પછી એક દિગ્ગજ અભિનેત્રીએ ટ્વીટ કરીને કહ્યું છે કે 'સંજૂ' જોઈને રણબીરના પિતા રિશી કપૂરને તેના પર ગર્વ થશે જ્યારે તેની માતા નીતુ કપૂર રોઈ પડશે. આ ટ્વીટ શબાના આઝમીએ કર્યુ છે. શબાનાએ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતાનો રોલ કરનારી દિયા મિર્ઝાની એક્ટિંગના પણ ભારે વખાણ કર્યા છે. 

— Azmi Shabana (@AzmiShabana) June 29, 2018

— Rishi Kapoor (@chintskap) June 29, 2018

'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. ફિલ્મમાં રણબીરની સાથેસાથે વિક્કી કૌશલ અને પરેશ રાવલની એક્ટિંગ પણ ચાહકોએ બહુ પસંદ કરી છે઼. વિક્કી કૌશલ ફિલ્મમાં રણબીરના બેસ્ટ ફ્રેન્ડ કમલેશનો અને પરેશ રાવલ તેના પિતાનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા લેખિકાના રોલમાં છે. સંજય દત્તના જીવન પર આધારિત આ ફિલ્મની વાર્તા તેના ડ્રગ્ઝના એડિક્શનમાંથી બહાર નીકળીને અંડરવર્લ્ડ સાથેની મિત્રતાની આસપાસ આકાર લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news