કમલ હસને જબરદસ્તીથી રેખાને કર્યું હતું ચુંબન, VIDEO વાઈરલ થતા લોકોએ લીધા આડે હાથ

સાઉથની વેટરન અભિનેત્રી રેખા (Rekha)નો એક ઈન્ટરવ્યુ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને હવે જાણીતા અભિનેતા કમલ હસન પર સવાલ ઉઠી રહ્યાં છે. રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1986માં તે બાલચંદરની ફિલ્મ 'પુન્નાગે મન્નન'નું શુટિંગ કરી રહી હતી, જેમાં તેની સાથે કમલ હસન હતાં.

Updated By: Feb 26, 2020, 11:53 AM IST
કમલ હસને જબરદસ્તીથી રેખાને કર્યું હતું ચુંબન, VIDEO વાઈરલ થતા લોકોએ લીધા આડે હાથ

નવી દિલ્હી: સાઉથની વેટરન અભિનેત્રી રેખા (Rekha)નો એક ઈન્ટરવ્યુ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને હવે જાણીતા અભિનેતા કમલ હસન પર સવાલ ઉઠી રહ્યાં છે. રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1986માં તે બાલચંદરની ફિલ્મ 'પુન્નાગે મન્નન'નું શુટિંગ કરી રહી હતી, જેમાં તેની સાથે કમલ હસન હતાં. આ શુટિંગ દરમિયાન કમલ હસને તેને એક સીનમાં જણાવ્યાં વગર જ ચુંબન કરી લીધુ હતું. આ ચુંબનની યોજના કમલ હસન અને બાલચંદરે પહેલેથી જ બનાવી રાખી હતી. નવાઈની વાત એ છે કે આ બંનેએ રેખા પાસે ક્યારેય આ વાત અંગે માફી પણ માંગી નહતી. 

આ ફિલ્મના શુટિંગની વાત કરતા રેખાએ જણાવ્યું હતું કે ફિલ્મના એક સીનમાં હીરો હીરોઈન આત્મહત્યા કરવા માટે જાય છે ત્યારે જ કમલ હસન કિસ કરી લે છે. કિસઅંગે રેખાને કોઈ જાણકારી નહતી અને તે તેનાથી ખુબ ડરી જાય છે. જ્યારે રેખા પરેશાન થઈને કહે છે કે આ તો સ્ક્રિપ્ટમાં હતું જ નહીં તો ડાઈરેક્ટર કહે છે કે તેમને હીરો હીરોઈન વચ્ચેની ઈમોશન બતાવવી હતી. તેમા અશ્લિલતા જેવું કશું નહતું. રેખાએ જણાવ્યું કે તે જ્યારે 16 વર્ષની હતી અને 10માં ધોરણમાં ભણતી હતી આ ત્યારની વાત છે. તેના પિતા આ સીન જોઈને ખુબ નારાજ થશે તે વાતથી તે ખુબ ડરી ગઈ હતી. રેખાએ જણાવ્યું કે તે ખુબ લાંબા સમય સુધી આ વાતને લઈને દુખી અને ડરેલી રહી હતી. રેખાનો આ ઈન્ટરવ્યુ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર માગણી કરી રહ્યાં છે કે કમલ હસને રેખા પાસે માફી માંગવી જોઈએ. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ રેખાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે "હું તેના પર કશું કહેવા માંગતી નથી. લોકોના ફોન આવી રહ્યાં છે અને આ વીડિયો હવે કેમ વાઈરલ થઈ રહ્યો છે તે ખબર નથી. હું આ અંગે વાત કરીને લોકપ્રિયતા મેળવવા નથી માંગતી. હું બીજી જવાબદારીઓમાં વ્યસ્ત છું." 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કમલ હસનની 'ઈન્ડિયન-2' બહુ જલદી રિલીઝ થશે. જેને એસ શંકર ડાઈરેક્ટ કરી રહ્યાં છે. થોડા સમય પહેલા જ તેનું એક પોસ્ટર  રિલીઝ થયું હતું. જેમાં કમલ હસન પોતાની જૂની ફિલ્મ હિન્દુસ્તાનીવાળા વૃદ્ધની જેમ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 1996માં આવેલી 'હિન્દુસ્તાની' ફિલ્મની સિક્વલ છે. જેમાં સિદ્ધાર્થ અને કાજલ અગ્રવાલની પણ મહત્વની ભૂમિકા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube