લોકડાઉનમાં બેલી ડાન્સ શીખી રહી છે સુહાના ખાન, ટ્રેનરે શેર કર્યો આ Video

બોલિવુડ સ્ટાર્સ પોતાને ફિટ રાખવા માટે ઘરે યોગા, એક્સરસાઈઝ, જુમ્બા અને વેટ લિફ્ટિંગ કરી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે

Updated By: Apr 7, 2020, 05:30 PM IST
લોકડાઉનમાં બેલી ડાન્સ શીખી રહી છે સુહાના ખાન, ટ્રેનરે શેર કર્યો આ Video

નવી દિલ્હી: શાહરૂખ ખાન (Shahrukh Khan)ની લાડલી દીકરી સુહાના ખાન (Suhana Khan) અવારનવાર તેના લુકને લઇને ચર્ચામાં રહે છે. સુહાના ખાને (Suhana Khan Video)ભલે અત્યાર સુધી બોલીવુડમાં ડેબ્યૂ નથી કર્યું, પરંતુ અવારનવાર તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યાં છે. બોલિવુડ સ્ટાર્સ પોતાને ફિટ રાખવા માટે ઘરે યોગા, એક્સરસાઈઝ, જુમ્બા અને વેટ લિફ્ટિંગ કરી સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. સુહાના ખાન પણ તેના ખાલી સમયમાં પોતાની જાતને ફિટ અને હેલ્ધી રાખવા પર ધ્યાન આપી રહી છે.

શાહરૂખ ખાન (Shahrukh Khan)ની દીકરી સુહાના આજકાલ ઓનલાઇન ડાન્સ શીખી રહી છે અને પોતાને ફિટ રાખવાનો પ્રયત્ન કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુહાના ખાન ફિટનેસને લઇને ઘણી સતર્ક રહે છે. એવામાં સુહાનાનો પોતાને ફિટ રાખવાની રીત ફેન્સને ઘણી પસંદ આવી છે. સુહાના ખાન ઓનલાઇન બેલી ડાન્સ ક્લાસીસ કરી રહી છે. સુહાનાને ડાન્સનો ઘણો શોખ છે. એવામાં તેની ટ્રેનરે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તેને ઓનલાઇન ડાન્સ શીખતા જોઇ શકાય છે. ડાન્સ સેશન બાદની બે તસવીરો ટ્રેનર સંજના મુથ્રેજાએ શેર કરી છે. તે લખે છે કે, આ એક ચેલેન્જ છે, પરંતુ અશક્ય કંઇ જ નથી. સુહાના ખાન ઓનલાઇન બેલી ડાન્સ શીખી રહી છે.

થોડા દિવસ પહેલા ગોરી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર સુહાના ખાન (Suhana Khan)ની તસવીર શેર કરી હતી. સુહાના ખાન આ તસવીમાં ઘણી સુંદર દેખાઈ રહી છે. શાહરુખ ખાનની દીકરી (Shah Rukh Khan Daughter)એ ફોટો શેર કરાત લખ્યું હતું કે, એક્સપેરિમેન્ટ કરી રહી છું. ત્યારે ગોરી ખાને તેની દીકરીનો ફોટો શેર કરવાની સાથે જણાવ્યું હતું કે, ઘરમાં રહીને મેકઅપ ટિપ્સ શીખી રહી છે. સુહાના ખાનની આ તસવીરો પર તેના ફેન્સે ઘણા રિએક્ટ કર્યું અને તેમની પ્રતિક્રિયા પણ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube