શાહરૂખની દીકરીના મોબાઇલ પર છે 'આ' વ્યક્તિની તસવીર, નામ સપનામાં પણ નહીં વિચારી શકો

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન હાલમાં  હિરોઇન બનવાની તૈયારી કરી રહી છે

શાહરૂખની દીકરીના મોબાઇલ પર છે 'આ' વ્યક્તિની તસવીર, નામ સપનામાં પણ નહીં વિચારી શકો

મુંબઈ : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની જેમ જ એનો આખો પરિવાર ચર્ચામાં રહેતો હોય છે. શાહરૂખની દીકરી સુહાના હાલમાં મીડિયામાં છવાયેલી છે. તેની નાનામાં નાની વાત પણ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બને છે. હાલમાં સુહાનાની એક લેટેસ્ટ તસવીર વાઇરલ થઈ છે જેમાં તેના હાથમાં ફોન દેખાય છે. આ ફોનનું વોલપેપર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વોલપેપરમાં સુહાનાની નજીકની એક ખાસ વ્યક્તિની તસવીર લગાવેલી છે. આ વ્યક્તિ છે શાહરૂખનો સૌથી નાનો દીકરો અબરામ. સુહાનાનો અબરામ બહુ લાડકો છે અને આ કારણે તેની તસવીર વોલપેપરમાં લગાવી છે. 

A post shared by Abram khan (@abramsrk) on

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ભારે ચર્ચા છે. સુહાના સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ છે અને ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી જોવા મળે છે. હાલમાં સુહાનાએ તેના એક બેસ્ટ ફ્રેન્ડ સાથેની તસવીર પોસ્ટ કરી છે. સુહાનાના આ બેસ્ટ ફ્રેન્ડનું નામ અગત્સ્ય નંદા છે અને તે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે. સુહાનાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. નોંધનીય છે કે અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા પણ સુહાનાની સારી મિત્ર છે. સુહાનાએ અગત્સ્ય સાથે પોસ્ટ કરેલી આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની હતી.

સુહાના પણ પોતાના પિતાની માફક એક્ટિંગમાં કેરિયર બનાવવા માંગે છે અને ગૌરી દ્વારા શેર કરવામાં આવતી સુહાનાની તસવીરને જોતાં એ સ્પષ્ટ થઇ જાય છે કે સુહાના ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે તૈયાર છે. તસવીરોમાં સુહાન ખૂબ સુંદર લાગે છે અને તેના ફેશિયલ એક્સપ્રેશન પણ ઘણા સારા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news