તાપસીએ રંગોલીને આપી દીધો જડબાતોડ જવાબ

હાલમાં તાપસી તો કંગનાની બહેન રંગોલી સાથે તેના વિવાદોને કારણે ચર્ચામાં હતી. 

તાપસીએ રંગોલીને આપી દીધો જડબાતોડ જવાબ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. હાલમાં તાપસી તો કંગનાની બહેન રંગોલી સાથે તેના વિવાદોને કારણે ચર્ચામાં હતી. રંગોલીએ તાપસીને કંગનાની સસ્તી કોપી કહ્યું હતું. આ મામલામાં હવે તાપસીએ નિવેદન આપ્યું છે.

તાપસીએ હાલમાં કેન્સરથી પીડાઈ રહેલા બાળકોની સાથે મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ સમયે રંગોલીના સસ્તી કોપી વાળા નિવેદન પર પ્રતિક્રિયા આપતા તાપસીએ કહ્યું કે જ્યારે તમને ટ્રોલ કરવામાં આવી રહ્યા હોય તો તેનો મતલબ એ છે કે તમે ખાસ જગ્યાએ પહોંચી ગયા છો. જો તમે ટ્રોલ નથી થઇ રહ્યા તો તેનો મતલબ છે કે કોઇ પણ તમારો માટે પોતાનો સમય અને શક્તિ બરબાદ કરવા નથી માગતું. તાપસીએ રંગોલીને જવાબ આપતા એવું પણ કહ્યું હતુ કે તે તેના કામ પર ફોકસ કરવા માંગે છે.

નોંધનીય છે કે તાપસી પન્નુની ગણતરી એવી હિરોઇનોમાં થાય છે જે ચેલેન્જિંગ રોલ કરવાનું પસંદ કરે છે. તેની દરેક ફિલ્મ એકબીજા કરતા સાવ અલગ હોય છે. પોતાની કરિયરમાં મુલ્ક, બદલા અને ગેમ ઓવર જેવી જેવી ફિલ્મો કરનાર તાપસીએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. તાપસીની આગામી ફિલ્મમાં તે અનુભવ સિંહા સાથે કામ કરી રહી છે. 

મુલ્ક અને આર્ટિકલ 15 જેવી દમદાર ફિલ્મો કરનાર અનુભવ સિંહાએ બીજીવાર તાપસી સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે અને ડિરેક્ટર-એક્ટ્રેસની આ જોડી થપ્પડમાં સાથે કામ કરતી જોવા મળશે. તાપસીએ ટ્વિટ કરીને બહુ ગર્વથી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી છે. આ જાહેરાત કરતી વખતે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 8 માર્ચ, 2020ના દિવસે રિલીઝ કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news