મુંબઈ પોલીસે શેયર કર્યું 'ગલી બોય'નું મજેદાર મીમ, જોઈને રોકી નહીં શકો હસવાનું

આ ફિલ્મે રિલીઝ થતા પહેલાં જ લોકોનું ધ્યાન ખેંચી લીધું છે

Updated: Jan 12, 2019, 10:46 AM IST
મુંબઈ પોલીસે શેયર કર્યું 'ગલી બોય'નું મજેદાર મીમ, જોઈને રોકી નહીં શકો હસવાનું

નવી દિલ્હી : 'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થતા જ વાઇરલ થઈ ગયું હતું. આ ફિલ્મે રિલીઝ થતા પહેલાં જ લોકોનું ધ્યાન ખેંચી લીધું હતું. લોકો સોશિયલ મીડિયામાં આ ફિલ્મના મીમ ધડાધડ શેયર થઈ રહ્યા છે. હવે આ ફિલ્મના એક ડાયલોગ મામલે એવા સમાચાર સામે આવ્યા છે કે તમે પણ તમારું હસવાનું રોકી નહીં શકો. 

Birthday Trivia : આ હિરોઇન લગ્ન કર્યા વગર બની માતા ! ટીકાને બદલે મળી ભરપૂર શાબાશી

'સિંબા'માં પોલીસનો રોલ કરીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવનાર રણવીર સિંહની 'ગલી બોય'નો એક ડાયલોગ મુંબઈ પોલીસે શેયર કર્યો છે. મુંબઈ પોલીસે 'ગલી બોય'નું મીમ રોડ સેફ્ટીનો મેસેજ આપવા માટે શેયર કર્યું છે. હાલમાં 'ગલી બોય'ના મીમ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આ વાતનો મુંબઈ પોલીસે બરાબર ફાયદો ઉઠાવ્યો છે. મુંબઈ પોલીસે આ ટ્વીટ કરીને રોડ સેફ્ટી માટે મેસેજ આપ્યો છે. આ મીમમાં આલિયા કહે છે કે 'मर जाएगा तू'.

મુંબઈ પોલીસની આ સ્ટાઇલ લોકોને બહુ પસંદ આવી રહી છે. લોકો ટ્વિટર પર બે મોઢે આ મીમના વખાણ કરી રહ્યા છે અને આને સકારાત્મક પગલું ગણાવી રહ્યા છે. 'ગલી બોય'માં આલિયા હવે રણવીર સિંહની ગર્લફ્રેન્ડનો રોલ ભજવી રહી છે. લાંબા સમય પછી આ ફિલ્મમાં કલ્કી કોચલિન પણ જોવા મળી રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...