Video: 'ધ ઝોયા ફેક્ટર'થી ચમકશે સોનમ કપૂરનું નસીબ, રિલીઝ થયું મજેદાર Trailer

બોલિવૂડની બબલી ગર્લ સોનમ કપૂર પોતાના ફેશનેબલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે.

Video: 'ધ ઝોયા ફેક્ટર'થી ચમકશે સોનમ કપૂરનું નસીબ, રિલીઝ થયું મજેદાર Trailer

મુંબઈ : બોલિવૂડની બબલી ગર્લ સોનમ કપૂર પોતાના ફેશનેબલ અંદાજથી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરને આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. આ ફિલ્મનું ટ્રેલર પહેલાં 27 ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન હતું પણ જ્યોતિષીઓની સલાહ માનીને એને 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

ઝોયા સોલંકી જે 25 જૂન, 1983ના રોજ જન્મે છે જે દિવસે ભારતે પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો. આ વર્લ્ડ કપનો શ્રેય ઝોયાને જાય છે કારણકે તે જન્મી અને કપિલની ટીમે વર્લ્ડ કપ જીત્યો. તેના પિતાને પણ લાગે છે કે ઝોયા એક દિવસ તેના નસીબને કારણે જ વર્લ્ડફેમસ થશે. જોકે બીજી બાજુ તો સ્ટોરી કંઈક અલગ જ છે. જેને લકી ચાર્મ ગણવામાં આવી રહી છે તે ઝોયાની ખુદની લાઈફમાં નસીબ તેને ક્યાંય સાથ આપતા નથી. આ ફિલ્મમાં સંજય કપૂર ઝોયાના પિતાના રોલમાં જોવા મળશે. 
આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news