Video : Zomatoનો ડિલિવરી બોય ઝડપાઈ ગયો કસ્ટમરનું ફૂડ ઝાપટતા...અને પછી..

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે
 

Video : Zomatoનો ડિલિવરી બોય ઝડપાઈ ગયો કસ્ટમરનું ફૂડ ઝાપટતા...અને પછી..

નવી દિલ્હી :  હાલમાં ફૂડ ડિલિવરી કંપની Zomatoના ડિલિવરી બોયનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના સ્કૂટર પર ડિલિવરી બેગમાંથી ખાવાનું પેકેટ કાઢીને ખાઈ રહ્યો છે અને પછી તેને બંધ કરીને બેગમાં મૂકે છે. અઢી મિનિટથી લાંબો આ વીડિયો કોઈએ પોતાની ઘરની છત પરથી શૂટ કર્યો છે.  આ ઘટના પછી કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે એક બ્લોગમાં લખ્યું છે કે કંપનીએ તે વ્યક્તિને નોકરીથી દૂર કરી દીધી છે. 

— Ankita (@Miss_Takken) December 10, 2018

For more details: https://t.co/VUo46aSsQo

— Deepinder Goyal (@deepigoyal) December 10, 2018

દીપિન્દર ગોયલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, અમે તે વ્યક્તિ સાથે લાંબી વાતચીત કરી અને તેને અમારા પ્લેટફોર્મથી દૂર કરી છે. તેમણે કહ્યું કે ઝોમાટોની નીતિ છે કે ખાવાના પેકેટ સાથે છેડછાડની ઘટના બીલકુલ ચલાવી લેવામાં ના આવે. તેમણે એ પણ કહ્યું કે, કંપની આગળથી નવી રીતે પેકિંગ કરશે કે જેથી કોઈ છેડછાડ ના કરી શકાય. 

નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાર્વજનિક થવાથી ઝોમાટોને લોકો ખરું-ખોટું સંભળાવી રહ્યા છે. ટ્વીટર પર લોકો ઝોમાટો પર ફિટકાર વરસાવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news