આખા પરિવારને રડતો મૂકી ગયો ઓમ! પરિણામના ડરથી વિદ્યાર્થી જિંદગીની પરીક્ષા હારી બેઠો!

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ  શિવ પ્લાઝામાં રહેતો 16 વર્ષીય ઓમ વિપુલભાઇ ગાંગાણીએ હાલમાં જ ધોરણ 11 કોમર્સની પરીક્ષા આપી છે. નાપાસ થવાના ભયથી વિદ્યાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

આખા પરિવારને રડતો મૂકી ગયો ઓમ! પરિણામના ડરથી વિદ્યાર્થી જિંદગીની પરીક્ષા હારી બેઠો!

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ભણવા કે અન્ય કોઇ કારણસર વિધાર્થી દ્વારા આપધાત કરવાનું પ્રમાણ વધુ રહ્યા છે. તેવા સમયે સરથાણામાં ધો.11 કોમર્સના વિધાર્થીએ પરીક્ષાના નાપાસ થવાના ડરથી ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. 

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ  શિવ પ્લાઝામાં રહેતો 16 વર્ષીય ઓમ વિપુલભાઇ ગાંગાણીએ હાલમાં જ ધોરણ 11 કોમર્સની પરીક્ષા આપી છે. નાપાસ થવાના ભયથી વિદ્યાર્થીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થી બપોરના સમયે બહારથી ઝેરી દવા પીને પોતાના ઘરે પહોંચ્યો હતો. વિદ્યાર્થી ઘરમાં ઉલટી કરતા માતાએ પુત્રની તબિયત વિશે  પૂછ્યું હતું. વિદ્યાર્થીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયને લઈ ઝેરી દવા પી હોવાની વાત કરતા માતા સાંભળીને ચોંકી ઉઠ્યા હતા. વિદ્યાર્થીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના તબીબીએ મૃત જાહેર કર્યો હતો. 

ઘટનાને લઇ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા સહિત જિલ્લા શિક્ષણ અધિકારી, તબીબો સહિત પોલીસની ટીમ આજરોજ આપઘાત કરનાર વિદ્યાર્થીના ઘરે પહોંચી હતી અને વિદ્યાર્થીના પરિવારને ઘટનાને લઇ સંવેદના પાઠવી હતી. વિદ્યાર્થીને અભ્યાસનો ભાર હતો કે કોઈ અન્ય ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે જાણવા શિક્ષણ અધિકારી સહિત તબીબીની એક ટીમ બનાવી તે દિશામાં તપાસ હાથ ધરી છે. જેથી ભવિષ્યમાં આવી રીતના કોઈ વિદ્યાર્થીઓ આપઘાત ન કરે. 

મુળ ભાવનગરાના તળાજાનો વતની 16 વર્ષીય ઓમ વિપુલભાઇ ગાંગાણીએ ધોરણ. 11ની પરીક્ષા અપાવી હતી. જોકે તેના પેપર સારા ગયા ન હોવાથી પરિણામની ચિંતામાં તેણે આ પગલુ ભર્યુ હતું. તેની એક બહેન છે. તેના પિતા લેસપટ્ટીના કામ સાથે સંકળાયેલા છે. એકના એક પુત્ર એ અચાનક ઝેરી જવા આપી આપઘાત કરી લેતા પરિવારમાં શોક ઘરકાવ થઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news