અંબાલાલ પટેલની માવઠા સાથે સૌથી 'ડરામણી' આગાહી, આ મહિનામાં વધી શકે છે સાપ કરડવાના કેસ!

Gujarat Weather 2023: આ વખતનું ચોમાસું રહેશે નબળું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ચાલુ વર્ષે 94થી 95 ટકા જ વરસાદ પડવાનું અનુમાન.

અંબાલાલ પટેલની માવઠા સાથે સૌથી 'ડરામણી' આગાહી, આ મહિનામાં વધી શકે છે સાપ કરડવાના કેસ!

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠા અંગે મોટી આાગહી કરી છે. આમ જોવા જઈએ તો અંબાલાલ પટેલે તો છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું નબળું રહેશે. અંબાલાલ પટેલની આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું છે કે ચાલુ વર્ષે 94થી 95 ટકા જ વરસાદ પડવાનું અનુમાન છે.

કેરી પકવતા ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી માઠા સમાચાર લઈને આવી છે, તેમણે જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે માત્ર બાગાયતી પાકો જ નહીં, અનાજના પાક અને કપાસનાં પાકોમાં ઇયળોની સંભાવના રહેશે. જ્યારે કેરીના પાકમાં અંબાના મોર જ ગળી જશે. આ વખતે કેરીના પાકને મોટા નુકસાનની ભીતિ છે. મે મહિનામાં બાકી રહેલી કેરીને પણ નુકસાન થઈ શકે છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) April 2, 2023

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું છે કે, માર્ચ મહિનો જ નહીં છેક જૂન મહિના સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન તેમણે એક ચોંકાનારી આગાહી કરતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંબાલાલે માવઠાની આગાહી વચ્ચે સર્પદંશ અંગે એક ભયાનક આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 17મી જૂન બાદ આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે, અને આ સમયગાળા દરમિયાન સાપનો ઉપદ્રવ સાથે સાપ કરડવાના બનાવો પણ વધી શકે છે.

અંબાલાલ પટેલે વધુમા જણાવ્યુ કે, આવતીકાલથી ફરી રાજ્યમાં માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. એટલે એવું કહી શકાય કે ફરી ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. તેમણે જણાવ્યું છે કે, વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.

મહત્વનું છે કે, 22 એપ્રિલ, અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. એપ્રિલ બાદ મે મહિનામાં પણ આંધી-વંટોળ આવી શકે છે. બીજી બાજુ એપ્રિલના બીજા સપ્તાહ બાદ કાળઝાળ ગરમી પડી શકે છે. તેમ છતાં આ વર્ષના ચોમાસા પર માઠી અસરની શક્યતા ઘટશે. ચોમાસુંની શરૂઆતમાં બંગાળની ખાડીમાં વંટોળ રહેવાની શક્યતા છે.

(નોંધ - ઝી 24 કલાક આ ડરામણી આગાહીની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news