એમએસ યુનિવર્સિટી

વડોદરાની MS યુનિવર્સિટી હેડ ઓફિસ પર NSUIનો દેખાવો

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષા પહેલા સત્તાધીશો દ્વારા મોક ટેસ્ટ લેવવામાં આવનાર છે જેની તારીખ નક્કી કરી દીધી છે. પરંતુ તારીખ નક્કી કર્યા બાદ યુનિવર્સિટી સત્તાધીશો વારંવાર તારીખ બદલતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાય છે. જેના પગલે એન એસ યુ આઈ કાર્યકરોએ યુનિવર્સિટી હેડ ઓફિસ પર પહોંચી દેખાવો કર્યા.

Aug 11, 2020, 04:05 PM IST

એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં, વધુ એક ડીન વાયરસથી સંક્રમિત

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ કોરોના વાયરસનો ત્રીજો કેસ નોંધાયો છે. આ પહેલા એક પ્રોફેસર અને એક કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. 

Aug 11, 2020, 12:41 PM IST

સર્વર હેક થતા એમએસ યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ

વડોદરાની એમએસ યુનિવર્સિટી (MS university) ની ઓનલાઈન પરીક્ષા સ્થગિત કરાઈ છે. તેમજ મોક ટેસ્ટ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીના સર્વરને હેકર્સ દ્વારા હેક કરવાનો પ્રયાસ કરતા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પરીક્ષા સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય લેવાયો છે. હેકર્સે યુનિવર્સિટીના સર્વરને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 17000 વિદ્યાર્થીઓની 5 ઓગસ્ટથી ઓનલાઈન પરીક્ષા (online exam) લેવાવાની હતી. ત્યારે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ બહાર પાડવામાં આવશે. યુનિવર્સિટીના જનરલ સેક્રેટરી રાકેશ પંજાબીએ એક નિવેદનમાં કહ્યું કે, યુનિવર્સિટી હેકર્સ સામે પોલીસ ફરિયાદ નોધાવે તેવી માંગ કરવામાં આવશે. 

Aug 1, 2020, 03:07 PM IST

વડોદરાની MS Uniનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓની લેવાશે Online Exam

રાજ્યમાં કોરોના સંકટને લઇને સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં પરીક્ષાને લઇ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

Jun 16, 2020, 05:26 PM IST

લૉકડાઉનમાં એમએસ યુનિમાં ફસાયેલા લદ્દાખના 17 વિદ્યાર્થીઓને પરત મોકલાયા

 
લદ્દાખના એક વિદ્યાર્થીએ કહ્યુ કે, લૉકડાઉન દરમિયાન અમારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કેમ્પસમાં અમારી કાળજી લેવામાં આવી હતી. 

May 13, 2020, 03:57 PM IST

શિક્ષણધામ MSUમાં કોમર્સ ફેકલ્ટીના પરિણામ મુદ્દે થઈ છુટ્ટા હાથની મારામારી

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પર સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના વિજિલન્સના જવાનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું પરિણામ 70 દિવસ બાદ પણ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં છે. 

Mar 13, 2020, 02:34 PM IST
Vadodara ruckus in MS University PT9M32S

વડોદરા: MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો, જાણો શું છે મામલો

વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. વિવિધ ફેકલ્ટીના પરિણામ 3 મહિનાથી જાહેર ન કરાતાં વિદ્યાર્થીઓનો વિરોધ. વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતાં સર્જાયું ઘર્ષણ.

Mar 12, 2020, 03:05 PM IST

વાહ...યુવતીઓએ આત્મરક્ષણ માટે વનસ્પતિઓમાંથી બનાવ્યાં ઘાતક હથિયારો, જાણીને દંગ રહેશો

આપણે આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યાં છે. જો કે, મહિલાઓ માટેનાં આ વિશેષ દિવસની ઉજવણી વચ્ચે આપણે મહિલાઓનાં અધિકાર અને તેમની સુરક્ષાની જવાબદારી વિસરી રહ્યાં છે. અને તે જ કારણ છે કે, હાલનાં સમયમાં દેશમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી છે અને બળાત્કાર જેવી ઘટનાઓ તો અટકવાનું નામ નથી લઇ રહી.. તેવામાં મહિલાઓ અને યુવતીઓ હવે પોતાની રક્ષા પોતે જ કરી શકાય તે માટેનાં ઉપાયો કરવામાં લાગી છે.

Mar 8, 2020, 02:33 PM IST
Effort women safety MS university PT5M18S

સ્વબચાવ માટે એમએસ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓનોનું અનોખું સંશોધન

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં બોટની વિભાગની વિદ્યાર્થીનીઓએ પણ નક્કી કરી લીધું છે તેઓ પોતાની સુરક્ષા પોતે કરવાં માટે સક્ષમ છે અને તેથી તેઓ કેટલાંક હથિયારો તૈયાર કરી સમાજની અન્ય મહિલાઓને પણ રાહ ચીંધી રહી છે.

Mar 8, 2020, 02:20 PM IST
MSU student caught drunk in KM hall in Vadodara PT2M45S

સંસ્કારી નગરીમાં અસંસ્કારી હરકત : MSUના વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા પકડાયા

વડોદરાની બહુચર્ચિત એમ એસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. કે. એમ. હોલમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે. બે વિદ્યાર્થીઓ બહારથી આવેલા બે મિત્રો સાથે ઝડપાયા હતા. વિજિલન્સની ટીમે તમામને પોલીસના હવાલે કર્યા હતા. CCTVમાં દારૂની આઠ બોટલ લઇ બે શખ્સ અંદર આવતા દેખાયા હતા. પોલીસે વિદ્યાર્થીઓ અને બે શખ્સોને જામીન પર છોડી દીધા હતા.

Feb 14, 2020, 09:20 AM IST
Dispute Again At MS University In Vadodara PT4M13S

વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં

વડોદરાની એમએસ યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટી ફરી વિવાદમાં આવી છે. ફેકલ્ટીના સ્ટુડન્ટ ડીન ઇન્દ્રપ્રમિત રોયના કારણે વિવાદ થયો. ઇન્દ્રપ્રમિત રોય દિલ્હીમાં પહોંચી વિરોધ કર્યો હતો. શાહીનબાગમાં પહોંચી નાગરિકતા કાયદાનો વિરોધ કર્યો હતો. ડીનએ નાગરિકતા કાયદાનો વિરોધ કરતા એબીવીપી લાલઘૂમ થઈ હતી. એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટી હેડ ઓફીસ પોહચ્યા હતા. બેનર પોસ્ટર સાથે કરી સૂત્રોચ્ચાર રહયા છે.

Feb 6, 2020, 07:10 PM IST
Caught Bogus Degree From MS University In Vadodara PT8M19S

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી ઝડપાઈ બોગસ ડિગ્રી

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બોગસ ડિગ્રીનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2019માં વેરીફીકેશન માટે આવેલી 20 ડિગ્રી બોગસ નીકળી હતી. યુનિવર્સિટીમાં 645 ડિગ્રી વેરીફીકેશન માટે આવી હતી. બોગસ ડિગ્રી નીકળી હોવા છતાં યુનિવર્સિટી તંત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. યુનિવર્સિટીએ માત્ર બોગસ ડિગ્રી ધારકને જાણ કરી સંતોષ માન્યો હતો.

Jan 16, 2020, 04:05 PM IST
Vadodara Student Caught In MS University Enjoying Liquor Party PT3M52S

સંસ્કારી નગરી વડોદરામાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાતા હડકંપ મચી જવા પામ્યો છે. એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગ માં ભર બપોરે એક વિદ્યાર્થીની અને બે વિદ્યાર્થી ઓ દારુની મેહફીલ માણતા હતા. એક વિદ્યાર્થી નો બર્થ ડે હોવાથી પાર્ટી યોજી હતી જે પાર્ટી માં એમ એસ યુનિવર્સિટીના વિજિલન્સના સભ્યો એ રેડ પાડી હતી. વિજિલન્સ ના સભ્યો એ વિધાર્થીઓને દારુની મેહફીલ માણતા રંગે હાથ પકડી પાડયા હતા.

Jan 9, 2020, 02:00 PM IST
  MS university professors sat on Protests PT2M1S

વડોદરાઃ MS યુનિવર્સિટીમાં અધ્યાપકો ધરણા પર બેઠા

વડોદરામાં MS યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં અધ્યાપકો બેનરો અને પોસ્ટરો સાથે ધરણા પર બેઠા. યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓને આજદિન સુધી 7મા પગાર પંચનો લાભ ન મળ્યો હોવાના આક્ષેપ લગાવામાં આવ્યા છે.... બીજી શૈક્ષણિક સંસ્થાઓના મુકાબલે ms યુનીવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓનું પગાર ધોરણ ખુબજ ઓછું છે. તેમજ નિવૃત થયેલા કર્મચારીઓને સમય સર પેન્શન ન મળતુ હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે... આ તમામ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી માગ સાથે અધ્યાપકો ધરણા પર બેઠા હતા.

Jan 1, 2020, 11:35 PM IST
NSUI Leader Vraj Patel Beaten By Unknown Men At Vadodara MS University PT3M52S

વડોદરા MS યુનિવર્સિટીમાં અજાણ્યા શખ્સોએ NSUI અગ્રણી વ્રજ પટેલને માર માર્યો

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં મારામારી થવાના ઘટના સામે આવી છે. ગઈ કાલે કોમર્સ ફેકલ્ટીમાં યોજાયેલી મ્યુઝિકલ પાર્ટી બાદ મારામારી થઈ હતી. અજાણ્યા શખ્સોએ કોમર્સ ફેકલ્ટીમાં ઘુસી એફ જી એસની ઓફીસમાં તોડફોડ કરી હતી. યુનિવર્સિટનીના પૂર્વ જી એસ અને એન એસ યુ આઈ અગ્રણી વ્રજ પટેલને માર પણ માર્યો હતો. વ્રજને માથાના ભાગે અને છાતીના ભાગે ઈજાઓ પહોંચી હતી. વ્રજને માર માર્યા બાદ પોલીસે વ્રજ પટેલની જ અટકાયત કરી હતી.

Dec 25, 2019, 11:45 AM IST
Dispute Between MS University Students And Police In Vadodara PT3M7S

વડોદરામાં MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે વિવાદ

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટી પર ડી જે વગાડવા ને લઇ પોલીસ અને યુનિવર્સિટી જનરલ સેક્રેટરી વચ્ચે વિવાદ સર્જાયો હતો. ડી જેનો ટેમ્પો યુનિવર્સિટીમાં લાવતા પોલીસ અને યુનિવર્સિટીના વિજિલન્સના જવાનોએ અટકાવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતા. યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલનું નામ જાહેર કરવા યુનિવર્સિટી જી એસ એ મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કર્યું છે જેની પરવાનગી કોમર્સ ફેકલ્ટીના ડીને આપી છે. ડીને કેમ્પસમાં મ્યુઝિકલ સિસ્ટમની પરવાનગી આપી છે પરંતુ યું જી એસ રાકેશ પંજાબીએ ડી.જે લાવતા પોલીસ સાથે વિવાદ સર્જાયો હતો.

Dec 24, 2019, 12:55 PM IST
Fight at boys hostel at Vadodara PT2M52S

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં ધમાલ

એમએસ યુનિની બોયઝ હોસ્ટેલમાં રાત્રીના સમયે મારામારીની ઘટના નોધાઈ છે. રાજસ્થાની બાપુઓ અને બિહારી ગ્રુપના વિદ્યર્થીઓ વચ્ચે આ મારામારી થઈ છે જેના કારણે કેમ્પસમાં પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં 6 વિદ્યાર્થીઓને માથામાં ગંભીર ઇજા પહોંચી છે.

Sep 16, 2019, 11:35 AM IST
PT8M36S

MSUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં થઈ બબાલ? જુઓ વિગત

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આજે સવારે 10 વાગે વિધાર્થી સંઘની ચૂંટણી યોજાશે. સવારે 10 થી 2 વાગ્યા સુધી મતદાન કરી શકાશે અને બપોરે 3 વાગ્યા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. 42 હજારથી વધુ વિધાર્થીઓ બેલેટ પેપરથી મત આપશે. 350થી વધુ પોલીસ જવાનો એમ.એસ.યુ યુનિવર્સિટીમાં સુરક્ષા બંદોબસ્તમાં જોડાયા છે. એબીવીપી, એનએસયુઆઈ, અને એજીએસજી ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ છે.

Aug 14, 2019, 03:10 PM IST
Vadodara MSU Student Election, Students Queue Up To Vote PT4M49S

MSUમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની શરૂઆત, જુઓ શું છે માહોલ

વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આજે સવારે 10 વાગે વિધાર્થી સંઘની ચૂંટણી યોજાશે. સવારે 10 થી 2 વાગ્યા સુધી મતદાન કરી શકાશે અને બપોરે 3 વાગ્યા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી સાંજ સુધીમાં પરિણામ જાહેર થશે. 42 હજારથી વધુ વિધાર્થીઓ બેલેટ પેપરથી મત આપશે. 350થી વધુ પોલીસ જવાનો એમ.એસ.યુ યુનિવર્સિટીમાં સુરક્ષા બંદોબસ્તમાં જોડાયા છે. એબીવીપી, એનએસયુઆઈ, અને એજીએસજી ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ છે.

Aug 14, 2019, 01:15 PM IST