કોરોના વાયરસ: ગુજરાતમાં 4 શંકાસ્પદ કેસ, અનેક કાર્યક્રમો રદ્દ રખાયા

ભારતમાં કોરોના વાયરસના પગપેસારા સાથે આજે ગુજરાતમાં અમદાવાદમાં ત્રણ અને સુરતના બે શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના દંપત્તીને કોરોના વાયરસની અસર જેવા લક્ષણો દેખાતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના લોહીના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આગામી 2 દિવસમાં આવશે. આ સિવાય સિંગાપોરથી અમદાવાદ પરત ફરેલી 23 વર્ષીય એક યુવતીને શંકાસ્પદ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે રિપોર્ટ નેગેટિવ આવતા યુવતીએ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોના વાયરસ: ગુજરાતમાં 4 શંકાસ્પદ કેસ, અનેક કાર્યક્રમો રદ્દ રખાયા

અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસના પગપેસારા સાથે આજે ગુજરાતમાં અમદાવાદમાં ત્રણ અને સુરતના બે શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. અમદાવાદનાં સેટેલાઇટ વિસ્તારના દંપત્તીને કોરોના વાયરસની અસર જેવા લક્ષણો દેખાતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના લોહીના નમુના લઇને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેના રિપોર્ટ આગામી 2 દિવસમાં આવશે. આ સિવાય સિંગાપોરથી અમદાવાદ પરત ફરેલી 23 વર્ષીય એક યુવતીને શંકાસ્પદ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે રિપોર્ટ નેગેટિવ આવતા યુવતીએ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

દ્વારકા: ભક્તો સાથે રંગે રમવા માટે કાળીયો ઠાકર તૈયાર, તંત્રએ કરી સજ્જડ તૈયારી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગથી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આગમચેતીનાં ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે યુદ્ધનાં ધોરણે કામગીરી આરંભી દેવામાં આવી છે. જામનગરની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાનું ટેસ્ટિંગ કરી શકે તેવી લેબોરેટરીને મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લા તંત્રને પણ તૈયાર રહેવા માટે સુચનાઓ આપવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં એક પણ કેસ કોરોનાનો નોંધાયો નથી. જો કે હાલ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

જામનગર: કોરોના વાયરસના ટેસ્ટ માટે લેબોરેટરીની મંજૂરી, તંત્ર લડી લેવા માટે સજ્જ
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 3 માર્ચનાં રિપોર્ટ પ્રમાણે નોવેલ કોરોના વાયરસનાં વિશ્વમાં કુલ 72 દેશોમાં 90870 કેસ અને 3112 લોકોનાં મોત નિપજ્યા છે. ભારતમાં કોરોનાના કુલ 5 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે 7 કેસ શંકાસ્પદ છે. જો કે આ વાયરસને નિવારવા માટે ગુજરાતની અનેક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. બીએપીએસ દ્વારા 10 તારીખે ગઢડામાં યોજાનાર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવને પણ બંધ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરતમાં પણ ટેક્સટાઇલ માર્કેટ દ્વારા દર વર્ષે યોજાતા હોળીના સ્નેહમિલન કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news