વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.  

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, CM વિજય રૂપાણીએ કરી મહત્વની જાહેરાત

હિતલ પારેખ, ગાંધીનગર: વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રજાલક્ષી મહત્વનો નિર્ણય લીધો છે.  આજી- 2  ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી રાજકોટ જિલ્લાના 8 ગામોને અપાશે. જેનો ઉપયોગ સિંચાઈ, ઘાસચારા, માટે થશે. 

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લેતા રાજકોટના 8 ગામને આજી-2 ડેમમાંથી 70 એમસીએફ ટી પાણી છોડવાનું નક્કી કર્યું છે. નીચાણવાલા વિસ્તારના અડબાલકા, અડબાલકા, ગઢડા, બાઘી, નારણકા, ખંઢેરી, ઉકરડા, દહીંસરડા, કોઠારીયા ના અંદાજે 2000 એકર વિસ્તારને લાભ થવાનો છે. 

જુઓ LIVE TV

સરકારના સંવેદનશીલ અભિગમના પરિણામે આજી 2 ડેમના નીચાણ વાસ માં આવેલા 8 ગામોને પ્રત્યક્ષ કે પરોક્ષ સિંચાઇ ઘાસચારા અને પશુધન નિભાવ તેમજ પશુ પક્ષ ના પીવાના ઉપયોગ માટે નદીમાં પાણી અપાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news