જૂનાગઢઃ માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે આર્થિક સંકળામણના કારણે ખેડૂતે કર્યો આપઘાત


પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર ઓસા ઘેડ ગામના ખેડૂતનું નામ રામદેભાઈ બચુભાઈ હોવાનું જાણવા મળ્યું છે. 
 

જૂનાગઢઃ માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે આર્થિક સંકળામણના કારણે ખેડૂતે કર્યો આપઘાત

સાગર ઠાકર/જૂનાગઢઃ કોરોના વાયરસ મહામારીને કારણે દેશભરમાં બે મહિના સુધી ચાલેલા લૉકડાઉનને કારણે અનેક લોકોની આર્થિક સ્થિતિ પર અસર પડી છે. ખેડૂતો સહિત અનેક લોકોની હાલત કફોડી બની છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઓસા ઘેડ ગામે એક ખેડૂતે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણને કારણે ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. 

પોતાના ખેતરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરનાર ઓસા ઘેડ ગામના ખેડૂતનું નામ રામદેભાઈ બચુભાઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમના ખિસ્સામાંથી એક ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખેડૂતના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. તેમની પાસે પાંચ-છ વિઘા જેટલી જમીન હોવાનું સામે આવ્યું છે. 

કોંગ્રેસ યુક્ત ભાજપઃ પાંચ પૂર્વ ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો, જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત  

ખેડૂતે પોતાના ખેતરમાં દવા પીધી હતી. આ ઘટનાની જાણ થયા બાદ તેમને કેશોદ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news