કોરોના વાયરસઃ રાજ્યભરમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજ અને સિનેમાઘર બંધ, રાજ્ય સરકારનો નિર્ણય


ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વ્યાપને રોકવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો અને સિનેમાઘરો બંધ રહેશે.

 કોરોના વાયરસઃ રાજ્યભરમાં બે સપ્તાહ સુધી શાળા-કોલેજ અને સિનેમાઘર બંધ, રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગરઃ દેશભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે. તો બે લોકોના મોત પણ થયા છે. કેન્દ્ર સરકાર તથા રાજ્યની સરકારો કોરોના વાયરસનો સામનો કરવા માટે અનેક પગલાંઓ લઈ રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાળા, કોલેજો,  સિનેમાઘરો બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરિય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી શાળા, કોલેજો અને સિનેમાઘર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજ્યમાં શાળા, કોલેજો અને સિનેમાઘરો બંધ
ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વ્યાપને રોકવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો અને સિનેમાઘરો બંધ રહેશે. આ સાથે તમામ સ્વીમિંગ પુલ પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ જે બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે. 

— ANI (@ANI) March 15, 2020

તમામ ધાર્મિક કાર્યક્રમો પર પણ પ્રતિબંધ
તો રાજ્ય સરકારે કોરોના વાયરસનો રોકવા માટે અનેક પગલાં ભર્યા છે. રાજ્યમાં બે સપ્તાહ સુધી તમામ ધાર્મિક સંસ્થાઓના કાર્યક્રમો, કોઈ સંપ્રદાયોના કાર્યક્રમોનું આયોજન કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. 

જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ
રાજ્ય સરકારે યોજાયેલી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે, જે વ્યક્તિ રસ્તા પર કે જાહેર સ્થળે થુંકતા પકડાશે તો તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news