આ રીતે હત્યા તો કોઈ દુશ્મન પણ ના કરે! ગર્ભવતી મહિલાની કરપણી હત્યા, આ પંથકમાં સનસનાટી

ઠાસરા તાલુકાના આગરવા ગામે 22 વર્ષિય નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદા રહે છે. તેઓ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના લગ્ન બે વર્ષ અગાઉ જ મહુધા તાલુકાના ઉદરા ગામની 20 વર્ષીય યુવતી કવિતા સાથે થયા હતા.

આ રીતે હત્યા તો કોઈ દુશ્મન પણ ના કરે! ગર્ભવતી મહિલાની કરપણી હત્યા, આ પંથકમાં સનસનાટી

નચિકેત મહેતા/ખેડા: ઠાસરા તાલુકાના આગરવા ગામે ખેતરમાં અજાણ્યા શખ્સે ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી છે. કુહાડી અને લાકડાના ડંડા વડે મહિલાને ખેતરમાં મારમારી મોતને ઘાટ ઉતારી દીધી છે. ડાકોર પોલીસે કુહાડી અને લાકડાનો ડંડો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Add Zee News as a Preferred Source

ઠાસરા તાલુકાના આગરવા ગામે 22 વર્ષિય નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદા રહે છે. તેઓ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના લગ્ન બે વર્ષ અગાઉ જ મહુધા તાલુકાના ઉદરા ગામની 20 વર્ષીય યુવતી કવિતા સાથે થયા હતા. હાલ કવિતા ગર્ભવતી છે અને 8-9 મહિનાનો તેણીને ગર્ભ છે. ગતરોજ રાહુલ ગામના છોટુભાઈ જમાદારનું ખેતર આવેલ છે ત્યાં કાકડી વિણવાની હતી. જેથી સવારના આશરે સાડા છ વાગે તે તથા તેના પિતા અને મોટોભાઈ સુરેશ ત્રણેય જણા આ ખેતરમાં કાકડી વિણવા ગયેલા હતા. કાકડી વીણી રાહુલના પીતા ડાકોર વેચવા માટે આવ્યા હતા. તો રાહુલ પણ નોકરીએ જવા નીકળી ગયો હતો.

રાહુલ ઉર્ફે નગીન પોતાની નોકરીએ હતો ત્યારે તેઓના કૌટુંબિક કાકાના દીકરાએ ફોન કરી રાહુલને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતુ. જેથી રાહુલ નોકરીએથી તાત્કાલિક ઘરે આવી ગયો હતો. જે બાદ છોટુભાઈ જમાદારના ખેતરમાં ગયેલ હતો. ત્યાં ટોળુ જોઈ તે ચિંતામાં પ્રસરી ગયો હતો. તો બાજુમાં તેની પત્ની કવિતા સુવાડાવેલી હતી અને તેણીની મૃત હાલતમાં હતી. કવિતાને લોહી લુહાણ હાલતમાં જોઈ રાહુલ સ્તંબ્ધ થઈ ગયો હતો. 

તેણીના કપાળના જમણી તરફની આંખની ફરતે લોહી જામી જવાના કારણે કાળાશ પડતો ડાઘ પડી ગયેલ હતો. તેમજ માથાના ડાબી તરફ કાન પાસે મોટો ઘા (કટ માર્ક) હતો. તેમાંથી લોહી નિકળતું હતું. કવિતાની લાશ જે જગ્યાએ પડેલ તેની આજુબાજુમાં ત્યાં હાજર લોકોએ તપાસ કરતા નજીક આવેલા ઝાડ પાસે લાકડાની એક દંડો પડેલ હતો અને તેના પર લોહીના ડાઘા હતાં. તેમજ લાશની પાસે નજીકમાં એક કુહાડી પડેલ હતી. જેથી માલુમ પડેલ કે કોઈ અજાણ્યા વ્યક્તિએ માથામાં કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારથી તેમજ કપાળના ભાગે લાકડાનો દંડો મારી ગંભીર ઈજા કરી તેણીનું મોત નિપજાવેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ મામલે ડાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાકડાનો ડંડો તેમજ કુહાડી કબ્જે લઈ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા વિવિધ દીશામાં તપાસ આરંભી છે.

આ બનાવ બાબતે ફસ્ટ પર્સન એવા રાહુલના કૌટુંબિક કાકાના દીકરા મેહુલ દેવડાએ જણાવ્યું કે, 'હું મારી ભેંસો ચરાવવા બ્રાહ્મણવાળા ખેતરમાં ગયેલ અને ભેંસો ચરાવી બપોરના આશરે પોણા ત્રણેક વાગે હું પરત મારા ઘરે જતો હતો. તે વખતે મને તરસ લાગેલ હોવાથી તમારા ખેતરમાં બનાવેલ ઝુંપડામાં પાણી પીવા ગયેલ ત્યારે કવિતા ભાભી ઉંધી હાલતમાં જમીન પર પડેલ હતાં. જેથી મે તેમની નજીક જઈને જોયેલ તો તેમના ચેહરા પર લોહી લાગેલ હતુ અને માથાના પાછળના ભાગે પણ લોહી નિકળતુ હતું. જેથી મેં તેઓને ઝગાડવાનો પ્રયત્ન કરતા તેઓ જાગેલ નહી અને તેઓના શ્વાસોશ્વાસ બંધ જણાતા' અન્ય કૌટુંબિક લોકોને જાણ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news