'તમારું ખાતું મોટા ફ્રોડમાં વપરાયું છે...', રાજકોટમાં નિવૃત્ત બેંક મેનેજરનો ડિજિટલ અરેસ્ટનો ડરામણો કિસ્સો
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડિજીટલ અરેસ્ટ સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.રાજકોટમાં રહેતા નિવૃત બેંક કર્મચારી મહેન્દ્ર મહેતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે કેટલાક લોકોએ ઓનલાઇન છેતરપિંડી કરીને રૂપિયા ૫૬ લાખ પડાવી પાડ્યા છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં સાયબર માફિયાઓએ ફરી એક વખત શિકાર બનાવ્યો છે. એક નિવૃત બેંક મેનેજરને ઇડી, સેબી, ઇઓડબલ્યુ અને પોલીસનો ડર બતાવીને 56 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે સાયબર માફિયાઓએ વૃદ્ધને સતત ફોન કરીને ડિજીટલ અરેસ્ટ પણ કર્યા હતા. 'તમારા બેંક ખાતામાં 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરિંગનો ઉપયોગ કર્યો છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે' તેમ કહીને કેટલાક શખ્સોએ ડિજિટલ અરેસ્ટ કરીને તેમની પાસેથી ઓનલાઈન 56 લાખ પડાવી લીધાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.
- રાજકોટમાં સાયબર માફિયાનો વધુ એક શિકાર.
- નિવૃત બેંક કર્મચારીને કર્યા ડિજીટલ અરેસ્ટ
- ૫૬ લાખ રૂપિયાની કરી વૃદ્ધા સાથે છેતરપિંડી
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ડિજીટલ અરેસ્ટ સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે.રાજકોટમાં રહેતા નિવૃત બેંક કર્મચારી મહેન્દ્ર મહેતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની સાથે કેટલાક લોકોએ ઓનલાઇન છેતરપિંડી કરીને રૂપિયા ૫૬ લાખ પડાવી પાડ્યા છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે હાલમાં જે બેંકોમાં આ ટ્રાન્જેકશન થયુ છે તેની બેંક ડિટેઇલના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
કઇ રીતે આચરી છેતરપિંડી ?
પોલીસના કહેવા પ્રમાણે થોડા દિવસ પહેલા વૃદ્ધને એક ફોન આવ્યો હતો જેમાં તેના બેંક ડિટેઇનની માહિતી લેવામાં આવી.ફરિયાદીના બેંક ખાતામાં રહેલા અઢી કરોડ રૂપિયા મની લોન્ડ્રી અંતર્ગત હોવાનું કહીને તેની સાથે વાતચીત શરૂ કરી.સાયબર માફિયાઓએ સેબી,ઇડી અને પોલીસની અલગ અલગ બ્રાન્ચનો ડર બતાવીને ફરિયાદી વિરુદ્ધ તપાસના આદેશ હોવાનો દાવો કર્યો એટલું જ નહિ ફરિયાદીને વિશ્વાસનાં લેવા માટે તેને કેટલાક ડોક્યુમેન્ટ પણ મોકલામાં આવ્યા.
જેના કારણે ફરિયાદી વધુ ડરવા લાગ્યા.આ શખ્સોએ ફરિયાદીને ડિજીટલ અરેસ્ટ પણ કર્યા વિડીયો કોલ મારફતે વાતચીત ચાલુ રાખી અને દર બે કલાકે ફોટો અપલોડ કરવાનું કહ્યું જેના કારણે ફરિયાદી વધુ ગભરાય ગયા.ડરના કારણે ફરિયાદીએ અલગ અલગ ખાતામાં મળીને કુલ 56 લાખ રૂપિયા સાયબર માફિયાઓને આપી દીધા હતા.પોલીસની તપાસમાં સાયબર માફિયાઓની આ ગેંગમાં કેટલાક ગુજરાતના તો કેટલાક મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના શખ્સો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.જેની પોલીસે શોધખોળ કરી છે.
હાલ પોલીસે બેંક ખાતાની ડિટેઇલ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.સાથે સાથે લોકોને પણ અપીલ કરી છે કે કાયદામાં ડિજીટલ અરેસ્ટ કે ડિજીટલ તપાસ એવી કોઇ જ જોગવાઇ નથી. જેથી આ પ્રકારનો ફોન આવે કે તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને બેંક અને ઓટીપી સહિતની માહિતી કોઇપણ અજાણી વ્યક્તિને ન આપવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે