એવું ગુચ્ચમવાળું પ્રેમ પ્રકરણ કે પોલીસને સમજતા સમજતા આંખે અંધારા આવ્યા

અપરિપક્વ પ્રેમના કરુણ અંજામનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકાના પૂર્વ પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી તો બીજી તરફ પ્રેમિકાએ પણ પોતાના પ્રેમને હત્યાના ગુનામાંથી બચાવવા અજીવ તરકટ રચ્યું. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સ્ટોરીએ પોલીસને પણ વિચારતાં કરી દીધા. 

Updated By: May 29, 2021, 09:14 PM IST
એવું ગુચ્ચમવાળું પ્રેમ પ્રકરણ કે પોલીસને સમજતા સમજતા આંખે અંધારા આવ્યા

પંચમહાલ: અપરિપક્વ પ્રેમના કરુણ અંજામનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકાના પૂર્વ પ્રેમીની ઠંડા કલેજે હત્યા કરી તો બીજી તરફ પ્રેમિકાએ પણ પોતાના પ્રેમને હત્યાના ગુનામાંથી બચાવવા અજીવ તરકટ રચ્યું. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી સ્ટોરીએ પોલીસને પણ વિચારતાં કરી દીધા. 

પંચમહાલના કાલોલની મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ વેન્ડરનું કામ કરતાં વસીમ અદાના સમા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી મળેલા મૃતદેહનો ભેદ અંતે ઉકેલાઈ ગયો. અને શરીર પર થયેલી ઈજાના કારણે આ અકસ્માત નહીં પણ હત્યા હોવાનું સામે આવ્યું. પ્રાથમિક પૂરપરછમાં વસીમ અદાની પ્રેમિકા શંકાના દાયરામાં આવી અને સમગ્ર હકીકત સામે આવી ગઈ. 

સ્ટેમ્પ વેન્ડર વસીમ અદાને ગામની જ વિધર્મી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નવાઈની વાત તો એ હતી કે આ યુવતીને ગામના જ કલ્પેશ પરમાર સાથે પણ પ્રેમસંબંધ હતો. કલ્પેશ યુવતીના ઘરે અવારનવાર આવતો હતો તેથી તેને વસીમ આંખમાં ખટકતો હતો. આ તરફ યુવતીની સગાઈ નક્કી થતાં વસીમને ગમ્યુ નહીં અને તેણે યુવતીને બંનેના સાથેના વાંધાજનક વીડિયો અને ફોટો બતાવી બ્લેકમેલ કરવાનું શરુ કર્યું. 

યુવતીએ આ વાત કલ્પેશને કહેતા કલ્પેશ ઉશ્કેરાયો હતો. તેણે વસીમનું કાસળ કાઢવા પોતાના મિત્ર સાથે મળી પ્લાન ઘડ્યો. વસીમને સમજાવવાના બહાને કેનાલ પર બોલાવ્યો અને વાતોમાં રાખી પાછળથી માથાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. ઓળખ છૂપાવવા આંખમાં ઈજા પહોંચાડી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતી.  અને તેની બાઈકને પણ સગેવગે કરી દીધી હતી. 

હવે પોલીસ સમગ્ર હકીકત જાણવા માટે આ બંનેને શોધતી હતી અને જેવા બંને મળ્યા કે એવી હકીકત સામે આવી જે પ્રણય ત્રિકોણને દર્શાવતી હતી. પહેલાં તો વસીમ અદા ગુમ થયાની અફવા સમગ્ર પંથકમાં ફેલાઈ અને આ જ અફવા બાદ તેની પ્રેમિકા અને અન્ય એક યુવક ગુમ થઈ ગયા, વસીમની પ્રેમિકાએ મૂકેલી ચિઠ્ટીમાં તે પ્રેમી કલ્પેશ સાથે ફરાર થઈ હોવાનું અને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું. પોલીસ માટે એક વ્યક્તિનો મૃતદેહ મળવો અને અન્ય બે વ્યક્તિનો આપઘાત આ સમગ્ર ઘટના એક કોયડા સમાન હતીં. 

યુવતીના પ્રેમ સંબધમાં હાલ તો ત્રણ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે. જેમાં અગાઉનો પ્રેમી મોતને ભેટ્યો છે. જયારે હાલનો પ્રેમી હત્યાના ગુનામાં પોલીસ સકંજામાં સપડાઈ ગયા છે. અને પ્રેમિકા એક પણ પ્રેમીની નથી થઈ શકી. આમ પોલીસે હત્યાનો જ ભેદ નથી ઉકેલ્યો પણ મોટી ગુત્થીને પણ ઉકેલી કાઢી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube