એફઆરસી મામલે સુરતમાં ફરીવાર વાલીઓનો વિરોધ, સ્કૂલો મનમાની બંધ કરે

ફી નિયમનને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયા છતાં સ્કુલ તરફથી મનમાની કરવામાં આવતા સુરતમાં ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નક્કી કરી હોવા છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે. 
 

એફઆરસી મામલે સુરતમાં ફરીવાર વાલીઓનો વિરોધ, સ્કૂલો મનમાની બંધ કરે

તેજશ મોદી/ સુરત: ફી નિયમનને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયા છતાં સ્કુલ તરફથી મનમાની કરવામાં આવતા સુરતમાં ફરી એકવાર વાલીઓ મેદાનમા ઉતર્યા છે. એફઆરસી દ્વારા ફી નક્કી કરી હોવા છતાં સ્કુલના સંચાલકો પોતાની મનમાની ચલાવી ફી વસૂલી રહ્યા છે. 

આજે પણ મોટી સંખ્યામા વાલીઓ મજુરાગેટ સ્થિત એફઆરસીની ઓફિસે પહોંચ્યા હતાં. હાલમાં જ સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે, ફી નિયમન કમિટી જે ફી નક્કી કરશે તે જ ફી સ્કૂલોએ લેવી પડશે, સાથે જ જે બાળકોને ફીના મુદ્દે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યા છે, તેમને પાછા સ્કુલમાં લેવામાં આવે.

સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ પણ અનેક સ્કૂલો દ્વારા પોતાની મનમાની ચલાવી રહી છે, જેને પગલે કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ એફઆરસી ખાતે પહોંચ્યા હતા, અને વિરોધ કર્યો હતો. તેમની માંગણી હતી કે એફઆરસી સ્કૂલોની મનમાની બંધ કરાવે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news