Ahmedabad: 6 ઝોનમાં 206 કરોડના ખર્ચ બનશે 83 RCC રોડ, આ ઝોનમાં બનશે સૌથી લાંબો રોડ

અમદાવાદના સાત ઝોનમાં પાણી ભરવાના સ્પોટ કોપોરેશન એ નક્કી કર્યા છે. જે મુજબ ત્યાં વધુ પાણી ભરાય છે ત્યાં આર સી સી રસ્તાઓ બનાવવામાં આવશે. સૌથી વધુ 11 કિલોમીટરનો રોડ પશ્ચિમ ઝોનમાં બનવાનો છે.

Ahmedabad: 6 ઝોનમાં 206 કરોડના ખર્ચ બનશે 83 RCC રોડ, આ ઝોનમાં બનશે સૌથી લાંબો રોડ

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની રોડ એન્ડ બીલ્ડીંગ કમીટીમા વરસાદી પાણી ભરાતુ હોય તેવા વિસ્તારમા આર સી સી રોડ (RCC Road) બનાવવાની દરખાસ્ત કરવામા આવી છે. આ 83 આર સી સી રોડ માટે તમામ સાત ઝોન માંથી લિસ્ટ આવ્યું છે. પરંતુ આ લિસ્ટમાં સૌથી વધુ રોડ પશ્ચિમ વિસ્તારમાં બનાવાની વાત છે. ત્યારે વિપક્ષનુ કહેવુ છે કે હકીકતમા પૂર્વમાં પાણી ભરાવાની સમસ્યા વધુ છે.
  
Vadodara: તબીબોની હડતાળના લીધે રક્ષાબંધન પહેલાં બહેને ગુમાવ્યો એકનો એક ભાઇ

વરસાદી સીઝન (Monsoon Season) માં દર વર્ષ અમદાવાદ શહેર (Ahmedabad City) માં રસ્તા તુટી જાય છે. નાના-મોટા ખાડા પડી જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) આ માટે વરસાદી પાણી ભરાવાની સમસ્યાને જવાબદાર ગણે છે અને આથી જ્યા વરસાદી પાણી ભરાય છે તેવી 83 જગ્યાએ આર સી સી રોડ બનાવામા આવશે. આ માટે 206 કરોડનો જંગી ખર્ચ કરશે .તંત્રનુ કહેવુ છે કેજ્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેવી શહેરની વિવિધ જગ્યાઓનો સર્વે કરવામાં આવ્યો હતો અને તે સર્વે મુજબ 80થી 90 જેટલી જગ્યાઓ પર હવે આરસીસી રોડ (RCC Road) બનાવવામાં આવશે.

SMA-1: 16 કરોડનું ફંડ ભેગું થાય તે પહેલાં વિવાન બિમારી સામે હારી ગયો, દુનિયાને કહ્યું અલવિદા
 
આર સી સી રોડ (RCC Road) ને ઝોન પ્રમાણે જોઇએ તો અમદાવાદના સાત ઝોનમાં પાણી ભરવાના સ્પોટ કોપોરેશન એ નક્કી કર્યા છે. જે મુજબ ત્યાં વધુ પાણી ભરાય છે ત્યાં આર સી સી રસ્તાઓ બનાવવામાં આવશે. સૌથી વધુ 11 કિલોમીટરનો રોડ પશ્ચિમ ઝોનમાં બનવાનો છે.
 
ઝોન                    ખર્ચ કરોડમાં

મધ્યઝોન                  10.74
પૂર્વ ઝોન                   63.59
ઉત્તર ઝોન                 19.06
ઉત્તર પશ્ચિમ ઝોન       15.20
પશ્ચિમ ઝોન                71.30
દક્ષિણ ઝોન                04.00
દક્ષિણ પશ્ચિમ ઝોન      10.00  
 
કોર્પોરેશને કરેલો આ  ભેદભાવનો વિરોધ કોંગ્રેસે કર્યો હતો. કોંગ્રેસ (Congress) ના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કહ્યું હતું કે સૌથી વધુ જરૂરિયાત પૂર્વ વિસ્તારમાં છે. કોપોરેશન પૂર્વ સાથે ભેદભાવ કરી રહી છે.. હકીકતમા જોવા જઇએ તો પૂર્વમા આર સી સી ના વધુ રોડ બનાવા જોઇએ હલકી ગુણવતાના રોડ બનવાથી રોડ વરસાદમા તુટે છે. ત્યારે સારા રોડ બનાવાને બદલે આ સી સી રોડ બનાવાનો નિર્ણય કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news