વ્યાજખોરોએ સાણંદ વિસ્તારમાં અપહરણ બાદ ઢોરમાર મારી યુવકની કરી હત્યા

અમદાવાદના સાણંદ વિસ્તારમાં અપહરણ બાદ હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વ્યાજખોરોએ રુપિયાની ઉઘરાણીમાં સુમેરસિંહ મીણા નામના વ્યકિતની હત્યા કરી ફરાર થઈ ગયા છે. પોલીસે અપહરણ બાદ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. 

વ્યાજખોરોએ સાણંદ વિસ્તારમાં અપહરણ બાદ ઢોરમાર મારી યુવકની કરી હત્યા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સાણંદ વિસ્તારમાં અપહરણ બાદ હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. વ્યાજખોરોએ રુપિયાની ઉઘરાણીમાં સુમેરસિંહ મીણા નામના વ્યકિતની હત્યા કરી ફરાર થઈ ગયા છે. પોલીસે અપહરણ બાદ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. 

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી રહેલા આ મહિલાનો આરોપ છે કે, તેમના પતિની ચાર લોકોએ અપહરણ કરી હત્યા કરી નાખી છે. મહિલાએ ફરિયાદ દાખલ કરાવી છે કે, લાલભા સહિત ચાર લોકોએ ગઈ કાલે મોડી સાંજે સુમેરસિંહનું અપહરણ કર્યુ હતુ. અપહરણ કર્યા બાદ તેમને ઢોર માર માર્યો અને માધવનગર બસ સ્ટેન્ડ પાસે ફેંકી ફરાર થઈ ગયા હતા. નોંધનીય છે કે, સુમેરસિંહને માર માર્યો અને ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનું મોત થઈ ગયેલ જેથી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.

ગુજરાત કોંગ્રેસે અંતે હારનું ઠીકરું EVM પર ફોડ્યું, રાજીનામા મુદ્દે કોઇ ચર્ચા નહિં

પોલીસની તપાસમાં બહાર આવ્યુ છે કે, આરોપી લાલભાએબે લાખ વ્યાજે સુમેરસિંહને આપ્યા હતા. સુમેરસિંહ કોન્ટ્ર્કાટર હતા અને કર્મચારીઓને પગાર ચુકવવાના બાકી હતી. જેથી લાલભા પાસેથી બે લાખ ઉછીના લીધા હતા અને જે રૂપિયા તે પરતના ચુકવી શક્યા. પોલીસનુ કહેવુ છે કે, સુમેરસિંહનો ધંધો ચાલતો ન હતો જેથી તે પરત રૂપિયાના આપી શક્યા અને જેની અદાવત રાખી વ્યાજખોરોએ તેમને ઢોર માર મારી ફેંકી દીધો હતો. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

નોંધનીય છે કે, હાલ તો ચાર લોકોના નામ સામે આવ્યા છે ત્યારે સવાલએ ઉભો થાય છે કે, ખરેખર અપહરણ અને હત્યામાં અન્ય લોકો હતા કે કેમ? પોલીસે આરોપીને પકડવા એલસીબી સહિત અન્ય ટીમોને કામે લગાવી છે. ત્યારે આરોપી પકડાશે ત્યારે અન્ય ખુલાસાઓ થઈ શકે તેમ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news