AMC દ્વારા પાન ગલ્લા બાદ હવે હેરકટિંગની દુકાનો બંધ કરાવવાનું શરૂ

કોરોના સંક્રમણને રોકવા મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હેરકટિંગની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. 

AMC દ્વારા પાન ગલ્લા બાદ હવે હેરકટિંગની દુકાનો બંધ કરાવવાનું શરૂ

અમદાવાદઃ રાજ્યમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર કડક નિર્ણયો લેવા મજબૂર બન્યું છે. રાજ્યમાં મોટા શહેરોમાં કોરોના કારણે વિકટ સ્થિતિ સર્જાઇ છે. જેથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલાં ચાની કિટલીઓ અને પાનના ગલ્લા બંધ કરાવવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હવે કોરોના સંક્રમણ ને રોકવા મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ હેર કટિંગની દુકાનો બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

અમદાવાદમાં આજે વહેલી સવારથી AMCની ટીમો દ્વારા અલગ અલગ સ્થળોએ હેર કટિંગ સલુન બંધ કરાવવામાં આવી રહી છે. કોરોના સંક્રમણને રોકવા મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા હેરકટિંગની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે. 

24 કલાકમાં 14,296 નવા કેસ
ગુજરાત (Gujarat) માં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,296 નવા કોરોના કેસ નોંધાયા છે અને 157 લોકોના મોત થયા છે. તો બીજી તરફ માત્ર 6,727 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 75.54 ટકાએ પહોંચ્યો હતો.

એક્ટિવ કેસ 1 લાખને પાર
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,15,006 એક્ટિવ દર્દી છે, જે પૈકી 406 લોકો વેન્ટિલેટર પર છે અને 1,14,600 લોકો સ્ટેબલ છે. 3,74,699 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,328 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news