રિલ બનાવનારા માટે ગુડ ન્યૂઝ: અમદાવાદને મળ્યું અમેરિકા જેવું નજરાણું, PM મોદી કરી શકે છે ઉદઘાટન!
અમદાવાદના સ્ટેન્ડડીંગ સમિતિના ચેરમેન સહિના હોદ્દેદારોએ આ બ્રિજની મુલાકાત લીધી છે. નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા અત્યાધુનિક બ્રિજનું amc દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2100 મેટ્રિક સ્ટીલનું વજન, 300 મીટર બ્રિજની લંબાઈ અને 100 મીટર વચ્ચેનો સ્પાન, બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ: અમદાવાદીઓને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ઓથોરિટી રિવરફ્રન્ટ પર એક પછી એક ઘણાં આકર્ષણો ઉમેરી રહી છે. તે દિશામાં વધુ આકર્ષણ ઉમેરાયું છે. હેલિકોપ્ટર પછી, સાબરમતી રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજ અથવા રિવરફ્રન્ટ ફૂટબ્રિજ આગામી આકર્ષણ છે. તે નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડે છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ તૈયાર થયું નવું નજરાણું ઉમેરાયું છે. રૂ.75 કરોડના ખર્ચે ફૂટ ઓવરબ્રિજનું કામ પુર્ણતાના આરે છે. ત્યારે અમદાવાદના સ્ટેન્ડડીંગ સમિતિના ચેરમેન સહિના હોદ્દેદારોએ આ બ્રિજની મુલાકાત લીધી છે. નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા અત્યાધુનિક બ્રિજનું amc દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2100 મેટ્રિક સ્ટીલનું વજન, 300 મીટર બ્રિજની લંબાઈ અને 100 મીટર વચ્ચેનો સ્પાન, બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર મુકાશે. વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે. જેમાં ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન છે. આ સિવાય કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઇટથી બ્રીજફુટ મઢાયો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, બ્રીજને અટલ બ્રીજ નામ આપવામાં આવ્યું છે અને અગામી એક મહિનામાં પ્રજા માટે ખુલ્લો મુકાશે. જાણવા મળી રહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ફુટ બ્રીજ ખુલ્લો મુકવાનું એએમસીનુ આયોજન છે. પરંતુ હા.. આ બ્રિજની મુલાકાત તમે મફતમાં નહીં લઈ શકો. મુલાકાતીઓ માટે 30 થી 50 રૂપિયા ફી રાખવાનું આયોજન છે.
જો તમે એરિયલ વ્યૂ જોશો તો બ્રિજ એક જાયન્ટ ફિશ જેવો દેખાશે. રાત્રીના સમયે સુશોભિત કરવા માટે સરકાર દ્વારા મલ્ટી કલર લાઇટો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું બાંધકામ માર્ચ 2018ની આસપાસ શરૂ કરવામાં આવ્યું હતું. 95 ટકા કામગીરી બ્રિજની પૂર્ણ થઈ ગઈ છે, માત્ર ફિનિશિંગ અને ઓવરબ્રિજ પરના રોડનું થોડું કામ બાકી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ થઇ જતાં બ્રિજ અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.
ફૂટ ઓવરબ્રિજ પર ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ સિવાય આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે