છૂટાછેડાની અટકળો વચ્ચે હાર્દિકનો જૂનો Video વાયરલ, પહેલેથી જ કરી રાખ્યું છે પ્રોપર્ટી બચાવવાનું પ્લાનિંગ!

Hardik Pandya Viral Video: ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ડિવોર્સની અટકળોને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો જો હાર્દિક અને નતાશા અલગ થાય તો હાર્દિકે નતાશાને 70 ટકા પ્રોપર્ટી આપવી પડે. ડિવોર્સની અટકળો થઈ રહી છે તે વચ્ચે હાલ હાર્દિક પંડ્યાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

છૂટાછેડાની અટકળો વચ્ચે હાર્દિકનો જૂનો Video વાયરલ, પહેલેથી જ કરી રાખ્યું છે પ્રોપર્ટી બચાવવાનું પ્લાનિંગ!

Hardik Pandya Viral Video: ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ ડિવોર્સની અટકળોને લઈને ચર્ચામાં છે. હાર્દિકે 2020માં સર્બિયાની મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. હાર્દિક આમ તો છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે જ. પહેલા આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપને કારણે ભારે હંગામો થયો અને હવે આઈપીએલમાંથી મુંબઈ બહાર થતા હાર્દિકનું અંગત જીવન ચર્ચાને ચગડોળે ચડ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો જો હાર્દિક અને નતાશા અલગ થાય તો હાર્દિકે નતાશાને 70 ટકા પ્રોપર્ટી આપવી પડે. 

હાર્દિકનો જૂનો વીડિયો વાયરલ
જો કે હજુ આ મુદ્દે કોઈ જ સત્તાવાર માહિતી સામે આવી નથી . પરંતુ જે રીતે ડિવોર્સની અટકળો થઈ રહી છે તે વચ્ચે હાલ હાર્દિક પંડ્યાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ગૌરવ કપૂર સાથે વાત કરી રહ્યો છે. હાર્દિક આ વીડિયોમાં કહેતો જણાય છે કે તેણે બધુ તેના માતાના નામ પર કરી રાખ્યું છે. હાર્દિક વીડિયોમાં કહે છે કે બધુ મમ્મીના નામ પર છે. કારથી લઈને ઘર સુધી બધુ. મારો ભરોસો નથી. હું મારા નામે કશું નહીં લઉ. મારે આગળ જઈને 50 ટકા કોઈ બીજાને આપવા નથી. મને ખુબ ખટકશે. 

— भाई साहब (@Bhai_saheb) May 25, 2024

કેટલી કમાણી છે હાર્દિકની
હાર્દિક પંડયા આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તેને ટીમ તરફથી ફી તરીકે 15 કરોડ રૂપિયા મળે છે. એ પહેલા ગુજરાત ટાઈટન્સનો ભાગ હતો. ગુજરાતની ટીમ પણ હાર્દિકને સારા એવા પૈસા આપતી હતી. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમમાં રમવા બદલ મેચ ફી મળે છે. પંડ્યાની કમાણી કરોડોમાં છે. આ સાથે જ તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. 

વડોદરા અને મુંબઈમાં ઘર
હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક આલીશાન ફ્લેટ લીધેલો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેણે 30 કરોડ રૂપિયામાં આ ઘર લીધુ હતું. ત્યારબાદ વડોદરામાં પણ એક પેન્ટહાઉસ છે. જેની કિંમત પણ કરોડોમાં છે. પરંતુ રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે કે જો ડિવોર્સ થાય તો હાર્દિકની હાલત ખરાબ થઈ શકે. 

નતાશાએ હટાવી સરનેમ
અત્રે જણાવવાનું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ હાર્દિકની પત્ની નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સરનેમ હટાવી દીધી છે. અહીંથી બંને વચ્ચે અણબનાવની ખબરોને બળ મળ્યું. આઈપીએલ 2024 દરમિાયન નતાશા કોઈ પણ મેચમાં હાર્દિકને ચીયર કરવા પહોંચી નહતી. વેલેન્ટાઈન ડે બાદથી નતાશાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હાર્દિક પંડ્યા સાથે કોઈ ફોટો શેર કર્યો નથી. નતાશાના જન્મદિવસે પણ હાર્દિકે શુભેચ્છા પાઠવી હોવાનું ધ્યાનમાં નથી આવ્યું. આ બધાના કારણે બંને વચ્ચે બધુ ઠીક નથી એવી અટકળો ચાલી રહી છે. 

હાર્દિક ફોર્મમાં પણ નથી
અંગત જીવન સાથે હાર્દિક પંડ્યા માટે ક્રિકેટના મેદાન ઉપર પણ બધુ ઠીક જોવા મળી રહ્યું નથી. આઈપીએલ 2024 અગાઉ તેને મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ મળી અને આ નિર્ણય ફેન્સને પચ્ય નહીં. હાર્દિકનું ખુબ હુટિંગ  થયું. ત્યારબાદ ટુર્નામેન્ટ શરૂ થતા જ દરેક મેચમાં હાર્દિક વિરુદ્ધ નારા, હુટિંગ થતા જોવા મળ્યા. બોલ અને બેટ બંનેથી હાર્દિક ફેલ ગયો. 

(ખાસ નોંધ- ઝી 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news