Ahmedabad: ધન્વંતરી કોવિડ હોસ્પિટલ દાખલ થવા માટે હવે લોકોએ કરવું પડશે આ કામ
નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધુ કોરોના કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે. શહેરની સ્થિતિ ખરાબ છે. કોરોનાની સારવાર માટે DRDOના સહયોગથી ગુજરાત સરકાર દ્વારા 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. હવે ત્યાં દાખલ થવા ઈચ્છતા કોરોના દર્દીઓએ આ પ્રક્રિયાનું પાલન કરવું પડશે.
નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર હવે 108 એમ્બ્યુલન્સ સિવાય આવતા દર્દીઓને પ્રવેશ અપાશે. સૌ પ્રથમ દર્દીના સગાએ ફોર્મ ભરી કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ અને અન્ય જરૂરી રિપોર્ટ્સ આપીને ટોકન લેવાનું રહેશે. આ માટેના ફોર્મ સવારે ૮ થી ૯ માં હોસ્પિટલની બહાર લેવાના રહેશે. ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે હોસ્પિટલમાં લઇ ને આવાનું રહેશે (એડમિશન માટે ફરજીયાત ટોકન લઈને આવવાનું રહેશે).
AHMEDABAD માં 2223માં ઓફિસમાં AMC નું ચેકિંગ, 29 એકમો સીલ કરી દેવાયા
ગંભીર દર્દીઓને કે જેનું કોરોનાના અસરને કારણે ઓક્સિજન લેવલ 92% થી ઓછું થઇ ગયું છે તેમને ટોકન ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. હોસ્પિટલમાં જેટલા બેડ પ્રવેશ પાત્ર હોય એટલા જ ટોકન ફાળવવામાં આવશે.
ધન્વતરી કોવિડ હોસ્પિટલ પાસે હોસ્પિટલમાં ઉપલબ્ધ ગંભીર દર્દીઓની સારવાર માટેની ખાલી બેડની સંખ્યા પણ ડિસપ્લે કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે