અમદાવાદઃ ઓઢવમાં પ્રિન્ટિંગ મશીનરીની કંપનીમાં લાગી આગ, ત્રણ લોકોના મોત

Updated By: Feb 22, 2020, 07:27 PM IST
અમદાવાદઃ ઓઢવમાં પ્રિન્ટિંગ મશીનરીની કંપનીમાં લાગી આગ, ત્રણ લોકોના મોત

અમદાવાદઃ શહેરમાં વધુ એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓઢવ ફાયર સ્ટેશનની સામે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીની અંદર અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા સેવાય રહી છે. અત્યાર સુધી ગુંગડામણથી ત્રણ લોકોના મોત થયા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 

શહેરના ઓઢવ ફાયર સ્ટેશનની સામે તથા પેટ્રોલપંપ પાછળ આવેલી એક કંપનીમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. થોડી વારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આ કંપનીમાં પ્રિન્ટિંગ મશીનરીનો સામાન અને ગેસનો બાટલો ફાટતા આગે વધુ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેટની 14 ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક