Year Ender 2019: આ 3 કેચ માટે પણ યાદ કરવામાં આવશે વર્ષ 2019
New Years's Eve: કેચ પકડો મેચ જીતો, ક્રિકેટની દુનિયામાં આ લાઇનનું વારંવાર પુનરાવર્તન કરવામાં આવે છે. તેનાથી ફીલ્ડિંગના મહત્વનો ઇનકાર ન કરી શકાય.
Trending Photos
નવી દિલ્હીઃ ફીલ્ડિંગ ક્રિકેટનું એક મહત્વનું પાસું છે. બેટ્સમેનો અને બોલરોની સાથે આ પાસાને નજરઅંદાજ ન કરી શકાય. આજના સમયમાં જ્યાં ફિટનેસ ખુબ મહત્વ રાખે છે, ફીલ્ડિંગનું મહત્વ ખુબ વધી જાય છે. ક્રિકેટમાં તો કહેવામાં આવે છે, 'પકડો કેચ, જીતો મેચ.'
બેન સ્ટોક્સ (વર્લ્ડકપ 2019)
વિશ્વકપ 2019માં ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલા મુકાબલામાં એન્ડિલે ફેહલુકવાયોએ આદિલ રશીદના બોલ પર મિડ-વિકેટ પર મોટો શોટ ફટકાર્યો હતો. તેવું લાગી રહ્યું હતું કે બોલ બાઉન્ડ્રી બહાર છ રન માટે જઈ રહ્યો છે. બેન સ્ટોક્સે હવામાં બાઉન્ડ્રી અને જમીનની સમાનાંતર છલાંગ લગાવતા બોલને હવામાં પકડી લીધો હતો. તેનો હાથ પણ રિવર્સ કપ હતા. આ ખરેકર જાદૂઈ ક્ષણ હતી.
સ્ટોક્સના આ કેચ એટલો અવિશ્વસનીય હતો કે ઘણીવાર રીપ્લે કર્યા બાદ પણ સંપૂર્ણ રીતે વિશ્વાસ ન થયો કે આખરે તે કેચ કેમ થયો. આ કેચને સર્વશ્રેષ્ઠ કેચોમાં સામેલ કરી શકાય છે.
સ્મિથનો બીજી સ્લિપમાં શાનદાર કેચ
ક્રિકેટના મેદાન પર તમે સ્મિથને બહાર ન રાખી શકો. તે બધુ કરે છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ કેપ્ટને બીજી સ્લિપમાં શાનદાર કેચ ઝડપતા કીવી કેપ્ટન કેન વિલિયમસનને પેવેલિયન પરત મોકલ્યો હતો. બોલ ઝડપથી આવી રહ્યો હતો અને સ્મિથે તેને ઝડપી લીધો હતો. તેનું શરીર લગભગ જમીનની સમાનંતર હતું.
સ્ટીવ સ્મિથે જ્યારથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે તે પહેલાથી વધુ લડાયક જોવા મળી રહ્યો છે. રમતના દરેક પાસામાં તે જોર લગાવતો દેખાય છે.
સેલ્યૂટ કેચ
જમૈકાની સેનામાં કામ કરી ચુકેલા શેલ્ડન કોટરેલને તેની સલામ ઉજવણી માટે ઓળખવામાં આવે છે. કોટરેલ વિપક્ષી ટીમના બેટ્સમેનને આઉટ કર્યાં બાદ આ પ્રકારે સલામ કરે છે. વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં સ્ટીવ સ્મિથે ઓશાને થોમસના બોલને ફ્લિક કર્યો હતો. બોલ સિક્સ માટે જઈ રહ્યો હતો ત્યારે કોટરેલે શાનદાર કેચ ઝડપ્યો હતો.
કોટરેલે પોતાની બોલિંગની સાથે-સાથે ફીલ્ડિંગથી પણ પ્રભાવિત કર્યાં છે. વિન્ડીઝના ખેલાડી સામાન્ય રીતે નેચરલ એથલીટ હોય છે અને કોટરેલ પણ અપવાદ નથી.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે