અમદાવાદીઓએ ઉજવ્યો મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે: માસિક કાળ શરમજનક નહીં પણ ગર્વને લાયક છે

યુનિસેફ ઈન્ડિયાએ અમદાવાદ ગ્લોબલ શેપર્સના સહયોગથી તા.28 મે, 2018ના રોજ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે પ્રસંગે પૂરા દિવસ દરમ્યાન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે એક કદમ આગળ વધીને લોકો માસિક કાળ અંગેની માન્યતા ત્યજીને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અમદાવાદીઓએ ઉજવ્યો મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે: માસિક કાળ શરમજનક નહીં પણ ગર્વને લાયક છે

અમદાવાદ: યુનિસેફ ઈન્ડિયાએ અમદાવાદ ગ્લોબલ શેપર્સના સહયોગથી તા.28 મે, 2018ના રોજ વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઈજીન ડે પ્રસંગે પૂરા દિવસ દરમ્યાન કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે એક કદમ આગળ વધીને લોકો માસિક કાળ અંગેની માન્યતા ત્યજીને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સમારંભનો પ્રારંભ રસપ્રદ પેનલ ચર્ચાથી થયો હતો. ચર્ચાનો વિષય હતો 'લેટ ધ કન્વર્સેશન ફ્લો'. આ સમારંભમાં વિવિધ ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને માસિક કાળ દરમ્યાન આરોગ્ય અંગે કઈ રીતે જાળવણી કરવી તે બાબતે ચર્ચા કરી હતી. પેનલમાં ડો. સોનલ દેસાઈ (ગાયનેકોલોજીસ્ટ), ડો. આર.એ. ઠકરાર ( માનસશાસ્ત્રી),  વીણા બંદોપાધ્યાય (યુનિસેફ ગુજરાતની સ્ટેટ ઓફિસ ખાતે પ્લાનિંગ, મોનિટરીંગ અને મૂલ્યાંકન સ્પેશ્યાલીસ્ટ), ડો. મનિષ કુમાર ફેન્સી( ચીફ ડીસ્ટ્રીક્ટ હેલ્થ ઓફિસર, સાબરકાંઠા, ગુજરાત સરકાર), મોનિકા યાદવ (ક્યુરેટર અમદાવાદ ગ્લોબલ શેપર્સ) અને કાનન ધ્રુ (લોટૂન્સનાં સ્થાપક)નો સમાવેશ થતો હતો.

— Abhishek Singh (@abhisheksinghDP) May 28, 2018

માસિક કાળ અંગે જાગૃતિની બાબતે આપણે ક્યાં છીએ તેની વાત કરતાં ડો. સોનલ દેસાઈએ કહ્યું કે " માસિક કાળ એ આજે પણ વિવિધ એક માન્યતાઓ ધરાવતો વિષય છે. તેની વાત એ રીતે કરાય છે કે જાણે આ બાબતે કશુંક ખોટુ થઈ રહ્યું હોય. આપણે આ કુદરતી બાબત અંગે હકારાત્મક રીતે વાત કરીએ તેનો સમય પાકી ગયો છે. "  

મોનિકા યાદવે જણાવ્યું કે "આપણો માસિક કાળ અંગે શાળાઓમાં જાણકારી આપવાની બાબતમાં સુધારો કરી શક્યા નથી. આ બાબતે ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ અને મોડ્યુલની તાકિદે જરૂર છે, કારણ કે તેના વડે શિક્ષકો આત્મવિશ્વાસપૂર્વક કન્યાઓને માસિક કાળ અંગે જાણકારી આપી શકશે. આ ઉપરાંત આપણે આપણાં માતા-પિતા અને સંબંધિઓએ માસિક કાળ અંગે જે કાંઈ કહ્યું હોય તે પૂરતુ સિમિત રહેવું જોઈએ નહીં. આપણે આપણી વિચારપ્રક્રિયાને અપગ્રેડ કરવાની જરૂર છે અને માસિક કાળ અંગે આપણાં પોતાના ખ્યાલો હોવા જોઈએ. આપણે માસિક કાળને બોસની જેમ હલ કરવો જોઈએ."

— Harmeet Kaur Dawar (@dawarhk) May 25, 2018

— Abhishek Singh (@abhisheksinghDP) May 28, 2018

વીણા બંદોપાધ્યાયે જણાવ્યું કે "માસિક કાળ એ કુદરતી બાબત છે. તેને કોઈ અકુદરતી વસ્તુ હોય તે રીતે વિચિત્રતાપૂર્વક જોવામાં આવે છે. આ બાબતે કન્યાઓને જે જાણકારી આપવામાં આવે છે તે પૂરતી નથી. છોકરાઓને પણ આ બાબતે જાણકારી આપીને વિષય અંગે સંવેદનશીલ બનાવવા જોઈએ. છોકરાઓ અને છોકરીઓને યુવાન વયે માસિક કાળ અંગે જાણકારી આપવી જોઈએ. મને ખરેખર આનંદ થાય છે કે આ વિષય અંગે આજે પેનલ ચર્ચા યોજવામાં આવી છે. આવી બાબત હિંમત માંગી લે છે."

— Abhishek Singh (@abhisheksinghDP) May 28, 2018

આ બાબતે પુરૂષો જે ભૂમિકા ભજવી શકે તેમ છે તે અંગે વાત કરતાં ગુજરાતના યુનિસેફના કોમ્યુનિકેશન ફોર ડેવલપમેન્ટ ઓફિસર, અભિષેક સિંઘે જણાવ્યું કે  "જાણકારીનો અભાવ અને માસિક કાળમાં આરોગ્ય અંગે ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. આ પ્રક્રિયામાં પુરૂષો પણ મહત્વની અને સમાન ભૂમિકા ભજવી શકે તેમ છે. શહેર અથવા ગામડાંની કિશોર વયની કન્યાઓ આ સ્થિતિ આવે ત્યાં સુધી માસિક કાળ અંગે અજાણ હોય છે. હકિકતમાં માસિક કાળમાં નબળા આરોગ્યને કારણે ભારતમાં 70 ટકા જેટલા રિ-પ્રોડ્કીટવ રોગ થાય છે."

— Kumar Manish (@kumarmanish9) May 28, 2018

આ દિવસ મનાવવાની પ્રવૃત્તિ સાંજે અમદાવાદ વન મોલ ખાતે ચાલુ રહી હતી. ત્યાં ખૂબ મોટી મેદની એકત્ર થઈ હતી. સામાન્ય માણસ પણ માસિક કાળ અંગે જાણકારી મેળવે અને તેને સ્વિકારે તે બાબતે શેરી નાટક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદના લોકોએ આ શેરી નાટકને ખૂબ વખાણ્યું હતુ. મેદનીમાં ફ્લેશ મોબ પણ ખૂબ જ અસરકારક નિવડ્યું હતું. ક્વિઝ દ્વારા માસિક કાળના વિજ્ઞાન અંગે જાણકારી આપવા માટે પ્રયાસ કરાયો હતો. સાયન્સ પિરિયડ વર્કશોપ દ્વારા આ ખૂબ ઓછા ચર્ચાતા વિષય અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવા પ્રયાસ કરાયો હતો.

વધુમાં આ સમારંભ દરમ્યાન ચેન્જમેકર છોકરીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. બેસ્ટ હાઈસ્કૂલની વિદ્યાર્થીની ચેન્જમેકર ત્વીષા ભટ્ટે જણાવ્યું હતું કે "માસિક કાળ શરમજનક નહીં પણ ગર્વને લાયક છે. ધો.6 અને 7માં માસિક કાળ અંગેના એક પ્રકરણનો સમાવેશ કરવો જોઈએ, જેથી છોકરીઓ આ જીવશાસ્ત્ર પ્રક્રિયા અંગે જાણકારી મેળવે અને તે સ્થિતિને અસરકારક રીતે હલ કરી શકે. છોકરીઓને શિક્ષિત અને જાણકાર બનાવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને ભય વગર રક્ત વહેવા જોઈએ."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news