આણંદમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાયુ, ભાજપ ઉપપ્રમુખ જ જુગાર રમતા પકડાયા

આણંદના આંકલાવમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જુગારધામ રમાડતા ઝડપાયા છે. નેતા દ્વારા રાજકીય વર્ગનો દૂરઉપયોગ કરી રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવતો હતો. ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 10 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. 
આણંદમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પકડાયુ, ભાજપ ઉપપ્રમુખ જ જુગાર રમતા પકડાયા

બુરહાન પઠાણ/આણંદ :આણંદના આંકલાવમાં હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપાયું છે. જેમાં શહેર ભાજપ ઉપપ્રમુખ જુગારધામ રમાડતા ઝડપાયા છે. નેતા દ્વારા રાજકીય વર્ગનો દૂરઉપયોગ કરી રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવતો હતો. ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત 10 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. 10 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. 

આણંદ જિલ્લાના આંકલાવમાં જુગાર ધામ ચલાવતા ભાજપના શહેર ઉપપ્રમુખને પોલીસે ઝડપી પાડ્યા છે. આંકલાવમાં શહેર ભાજપ પ્રમુખ જુગાર ધામ ચલાવે છે તેવી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે સ્થાનિક પોલીસે રેડ પાડી હતી. જેમાં ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર જ પકડાયા હતા. આંકલાવ પોલીસે રેડ પાડતા જ ત્યાં અનેક લોકો જુગાર રમી રહ્યા હતા. 

જગદીશ ઠાકોર રાજકીય વગનો દુરુપયોગ કરી રહેણાંક મકાનમાં જુગાર ધામ ચલાવતા હોવાનુ સામે આવ્યુ છે. આંકલાવ પોલીસે ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોરને ઝડપી પાડ્યો છે. પોલીસે ઉપપ્રમુખ સહિત 10 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news